IPL 2023/ સંજુ સેમસનને લાખોનો દંડ, CSK સામે કરી આ ભૂલ; જાણો સમગ્ર મામલો

રાજસ્થાન રોયલ્સ IPLમાં ધીમી ઓવર રેટના કારણે દંડ ફટકારનાર બીજી ટીમ બની છે. આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને પણ 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Trending Sports
સંજુ સેમસનને

રાજસ્થાન રોયલ્સે બુધવારે રાત્રે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 3 રને જીત મેળવી હતી, પરંતુ મેચ દરમિયાન કેપ્ટન સંજુ સેમસને ભૂલ કરી હતી. આ ભૂલને કારણે તેના પર 12 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. વાસ્તવમાં, રાજસ્થાન રોયલ્સ ટીમ CSK સામે નિર્ધારિત સમયમાં 20 ઓવરનો પોતાનો ક્વોટા પુરો કરી શકી ન હતી, જેના કારણે ધીમી ઓવર રેટના કારણે કેપ્ટનને દંડ ફટકારવામાં આવ્યો છે. ટીમની આ પહેલી ભૂલ હતી, જેના કારણે કેપ્ટનને દંડ ફટકારવામાં આવ્યો છે, જો રાજસ્થાન બીજી વખત આવી ભૂલ કરે છે તો અન્ય ખેલાડીઓને પણ નુકસાન ઉઠાવવું પડી શકે છે.

IPL એ તેની પ્રેસ રિલીઝમાં લખ્યું છે કે, ‘બુધવારે ચેપોકના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023ની 17મી મેચમાં ધીમી ઓવર રેટ જાળવવા બદલ રાજસ્થાન રોયલ્સને દંડ ફટકારવામાં આવ્યો છે. IPL આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર-રેટના અપરાધોને લગતો આ સિઝનનો ટીમનો પહેલો ગુનો હોવાથી કેપ્ટન સંજુ સેમસનને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

રાજસ્થાન રોયલ્સ IPLમાં ધીમી ઓવર રેટના કારણે દંડ ફટકારનાર બીજી ટીમ બની છે. આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને પણ 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. RCB લખનૌ સુપર જાયન્ટ્સ સામે ધીમી ઓવર રેટ માટે દોષી સાબિત થયું હતું.

રોમાંચક CSK vs RR મેચ

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોસ બટલરની અડધી સદીના આધારે આરઆરની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 175 રન બનાવી શકી હતી. આ સ્કોર સામે ચેન્નાઈ 20 ઓવરમાં માત્ર 172 રન જ બનાવી શકી હતી. ધોની અને રવિન્દ્ર જાડેજાની જોડીએ અંતમાં ટીમને જીત અપાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. આરઆરએ આ મેચ 3 રને જીતી લીધી હતી.

આ પણ વાંચો:ધોનીની ટીમ CSK પર પ્રતિબંધની માંગ,IPLને લઈને તમિલનાડુમાં શા માટે હોબાળો?જાણો

આ પણ વાંચો:રોમાંચક મેચમાં રાજસ્થાને ચેન્નાઈને ત્રણ રનથી હરાવ્યું, ધોની-જાડેજા છેલ્લા ત્રણ બોલમાં સાત રન ન બનાવી શક્યા

આ પણ વાંચો: ICCએ આ ખેલાડીને સર્વશ્રેષ્ઠ પ્લેયર તરીકે પસંદ કર્યો,જાણો

આ પણ વાંચો:ભારત અને પાકિસ્તાનના લોકો ક્રિકેટ ઈચ્છે છે, પરંતુ રાજનેતાઓ બંને દેશોમાં નફરત ફેલાવી રહ્યા છે,

આ પણ વાંચો: દિલ્હીએ મુંબઇને જીતવા માટે 173 રનનો ટાર્ગેટ આપ્યો