Dharma and Bhakti/ 12 ઓગસ્ટે ગુરુનુ થશે ઉદય; આ રાશિના જાતકો માટે ભાગ્યોદયના સંકેત, ધન-સમૃદ્ધિમાં થશે વધારો

12 ઓગસ્ટ 2026 ના રોજ દેવગુરુ બૃહસ્પતિ ઉદય પામવા (jupiter rise) જઈ રહ્યા છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુના ઉદયથી મેષ, વૃષભ અને મિથુન સહિતની રાશિઓને ધન, વેપાર, કરિયર અને ગૃહસુખમાં અદ્ભુત સફળતા મળશે. જાણો તમારી રાશિ પર તેની અસર.

Aaj Nu Rashifal Trending Dharma & Bhakti
Jupiter Rise 2026

Dharma & Bhakti News : વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિને અત્યંત શુભ, મંગળકારી અને પ્રભાવશાળી ગ્રહનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરુ (jupiter rise ) ગ્રહને જ્ઞાન, ઉચ્ચ શિક્ષણ, વૈવાહિક સુખ, સંતાન પ્રાપ્તિ, કારકિર્દીમાં પ્રગતિ અને અપરંપાર ધન-સંપત્તિના મુખ્ય કારક માનવામાં આવે છે. આગામી 12 ઓગસ્ટ 2026 ના રોજ દેવગુરુ બૃહસ્પતિ પોતાની લુપ્ત અવસ્થામાંથી બહાર આવીને પુનઃ ઉદય પામવા જઈ રહ્યા છે.

જ્યોતિષીય ગણતરી (Astrological calculation)મુજબ, ગુરુનો ઉદય થતાં જ તેમની ગ્રહ બળમાં અનેરો વધારો થાય (astrological benefits jupiter transit money property career)છે, જેના પરિણામે તમામ જાતકોને તેમના શુભ પ્રભાવનો પૂર્ણ લાભ મળવાનું શરૂ થઈ જાય છે.ગુરુના આ ગોચર અને ઉદયની વ્યાપક અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે. જોકે, કેટલીક ખાસ રાશિઓ જેમ કે મેષ, વૃષભ અને મિથુન સહિતની રાશિઓ માટે આ સમયગાળો અત્યંત ફળદાયી અને ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. યોગ્ય આયોજન, મહેનત અને ધીરજથી આ રાશિના લોકો પોતાના ક્ષેત્રમાં મોટી સફળતા અને આર્થિક સ્થિરતા પ્રાપ્ત કરી શકે છે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે ગુરુ ગ્રહ તેમની કુંડળીના ચોથા ભાવમાં ઉદય પામશે. જ્યોતિષમાં ચોથો ભાવ ગૃહસુખ, માતા, જમીન અને વાહન સાથે સંબંધિત છે. આ ઉદયથી પરિવારમાં પરસ્પર સ્નેહ અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહેશે. જો તમારું મકાન કે જમીન-જાયદાદ ખરીદવાનું કોઈ કામ અટકેલું હોય, તો તે હવે ઝડપથી આગળ વધશે. પરિવારના વડીલો અને માતા-પિતા તરફથી પૂર્ણ સહયોગ સાંપડશે. મનમાં આત્મવિશ્વાસ વધશે અને કોઈ નવું સ્થાવર સંપત્તિનું રોકાણ કરવા માટે આ સમય શ્રેષ્ઠ રહેવાનો છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે ગુરુ ત્રીજા ભાવમાં આરૂઢ થશે. આ સ્થિતિ તમારી વાણી, સંવાદ કૌશલ્ય અને નેટવર્કીંગમાં મોટો સુધારો લાવશે. નોકરી અને વ્યવસાયમાં તમારા નવા વિચારો તથા સૂચનોની પ્રશંસા થશે. કામકાજના અર્થે કરવામાં આવેલી ટૂંકી મુસાફરીઓ ભવિષ્યમાં ભારે આર્થિક લાભ અપાવશે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ સમય વરદાનરૂપ સાબિત થશે. ભાઈ-બહેનો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને આત્મબળમાં વધારો થશે.

મિથુન રાશિ

મિથુન રાશિ માટે દેવગુરુ બૃહસ્પતિ બીજા ભાવમાં ઉદય પામશે, જે ધન અને કુટુંબનો ભાવ છે. આ ગોચર તમારા આર્થિક પાસાને અત્યંત મજબૂત બનાવશે. અચાનક ધનલાભ થવાની સાથે આવકના નવા માર્ગો ખુલશે. અગાઉ કરેલા રોકાણમાંથી ઉત્તમ વળતર મળવાની શક્યતા છે. તમારી મધુર વાણીથી લોકો ઝડપથી પ્રભાવિત થશે, જેનાથી વેપારમાં નવા ગ્રાહકો અને લાભદાયી સંપર્કો બનશે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે અને લાંબા ગાળાની બચત કરવામાં તમે સફળ રહેશો.


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :