દિલ્લી
મોદી સરકાર દ્વારા દેશમાં વિદેશી રોકાણો (FDI)ના નિયમોમાં વધુ ફેરફાર કરવામાં આવ્યા છે. બુધવારે કેબિનેટ દ્વારા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) ના નિયમોના ફેરફાર કરતા એર ઇન્ડિયામાં ૪૯ ટકા અને ઓટોમેટિક રૂટથી સિંગલ બ્રાન્ડ રિટેલ સેક્ટરમાં ૧૦૦ % વિદેશી રોકાણને મંજુરી આપવામાં આવી છે. આ ઉપરાંત એવિએશન, કન્સ્ટ્રકશન સેક્ટરમાં FDI ના નિયમોમાં પણ વધુ છૂટછાટ આપવામાં આવી છે. કન્સ્ટ્રકશન સેક્ટરમાં પણ ૧૦૦ ટકા વિદેશી રોકાણને મંજુરી આપવામાં આવી છે.
એર ઇન્ડિયામાં ૪૯ ટકા મંજુરી આપ્યા બાદ માનવામાં આવી રહ્યું છે કે, આ કારણે એર ઇન્ડિયામાં વિનિવેશ કરવું વધુ સરળતા બનશે. અધિકૃત સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, એરઇન્ડિયાની મોટી ભાગીદારી ભારતીય નાગરિકોના હાથમાં રહેશે. આ સાથે સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, એર ઇન્ડિયાના મંત્રાલયે સરકારના આ પ્રસ્તાવને મંજૂરી પણ આપી દીધી છે.
મહત્વનું છે કે, આ પહેલા વિદેશી રોકાણની અનુમતિ ૪૯ ટકા હતી. જયારે હવે આ નિર્ણયને મંજુરી મળ્યા બાદ માનવામાં આવી રહ્યું છે કે, ૨૦૧૪માં સિંગલ બ્રેન્ડ રિટેલમાં ૧૦૦ ટકા એફડીઆઇને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે નાઇકી જેવી વિશ્વની મોટી કંપનીઓએ ભારતમાં આગમન કર્યું હતું અને હવે વિદેશની બાકી રહેલી કંપનીઓ પણ ભારતની તરફ આકર્ષિત થશે. આ પ્રસ્તાવ બાદ કંપનીઓને કલીયરન્સ લેવામાં પણ સરળતા રહેશે. આ કારણે વિદેશી કંપનીઓના કામ કરવા માટે એક માહોલ તૈયાર થશે. ત્યારબાદ અર્થવ્યવસ્થાને પણ ફાયદો થશે અને રોજગારીના અવસર પણ ઉભા થઇ શકે છે.