Not Set/ દેશની પ્રથમ એન્જીન રહિત અને સૌથી ઝડપી ટ્રેનને પીએમ મોદી આ દિવસે બતાવશે લીલી ઝંડી

દિલ્લી દેશની પ્રથમ એન્જીન રહિત ટ્રેન૧૮ને ૨૯ ડીસેમ્બરના રોજ વડાપ્રધાન લીલી ઝંડી બતાવવાના છે. આ ટ્રેન દિલ્લી અને વારાણસીની વચ્ચે દોડશે. સાથે જ શતાબ્દી ટ્રેનની જગ્યાએ આ ટ્રેનને ચલાવવામાં આવશે. આઈસીએફ ચેન્નાઈ દ્વારા આ ટ્રેનના નિર્માણનો કુલ ખર્ચ ૧૦૦ કરોડ રૂપિયા થયો છે. ભારતની સૌથી વધારે ઝડપી ચાલનારી આ ટ્રેન છે. સુત્રો દ્વારા એવો દાવો […]

Top Stories India Trending
TRAIN 18 790 દેશની પ્રથમ એન્જીન રહિત અને સૌથી ઝડપી ટ્રેનને પીએમ મોદી આ દિવસે બતાવશે લીલી ઝંડી

દિલ્લી

દેશની પ્રથમ એન્જીન રહિત ટ્રેન૧૮ને ૨૯ ડીસેમ્બરના રોજ વડાપ્રધાન લીલી ઝંડી બતાવવાના છે. આ ટ્રેન દિલ્લી અને વારાણસીની વચ્ચે દોડશે. સાથે જ શતાબ્દી ટ્રેનની જગ્યાએ આ ટ્રેનને ચલાવવામાં આવશે.

Image result for train 18

આઈસીએફ ચેન્નાઈ દ્વારા આ ટ્રેનના નિર્માણનો કુલ ખર્ચ ૧૦૦ કરોડ રૂપિયા થયો છે. ભારતની સૌથી વધારે ઝડપી ચાલનારી આ ટ્રેન છે.

સુત્રો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે નવી દિલ્લીથી તમે સવારે ૬ વાગ્યે આ ટ્રેનમાં બેસશો તો બપોરે ૨ વાગ્યે તમે વારાણસી પહોચી જશો.

તો બીજી તરફ ૨:૩૦ વાગ્યે વારાણસીથી બેસશો તો રાત્રે ૧૦:૩૦ વગરે નવી દિલ્લી પહોચી જશો.

તમને ટ્રેન વિશે જણાવીએ તો આ ટ્રેનમાં વિશેષ ડબ્બા હશે જેમાં ૫૨ સીટ હશે. બાકીના ડબ્બામાં ૭૮ સીટ હશે.

Image result for train 18

ટ્રેનનું આવું નામ સાંભળીને તમને વિચાર આવશે કે શા માટે આવું નામ રાખવામાં આવ્યું છે. આ ટ્રેન વર્ષ ૨૦૧૮માં બની છે તેને લઈને ટ્રેન ૧૮ નામ પસંદ કરવામાં આવ્યું છે.

ભારતીય રેલ્વેની આ પ્રથમ ટ્રેન છે જે મેટ્રો જેવી જ છે. આ ટ્રેનમાં એન્જીન નથી પણ પ્રથમ અને અંતિમ કોચમાં જ આ ટ્રેનને ચલાવવાની ગોઠવણ કરેલી છે.

ટ્રેનના કોચ સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવ્યા છે જેથી એકંદરે ટ્રેનના કોચ ઘણા હલકા છે.

ટ્રેનમાં વાઈ-ફાઈની સગવડતા ઉપરાંત એલઈડી લાઈટ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ જેવા ફીચર પણ શામેલ છે.

ટ્રેન૧૮નું સફળ પરીક્ષણ બાદ ભારતના રેલ્વે મંત્રી પીયુષ ગોયેલે આવી બીજી ચાર ટ્રેન બનાવવા માટેના આદેશ આપ્યા છે.