Gujarat Assembly Election 2022/ કાઇપો છેઃ ભાજપમાં દિગ્ગજોના નામ કપાયા

ભાજપે વિધાનસભા ચૂંટણી 2022 માટે 160 ઉમેદવાર જાહેર કર્યા તેમા 38 વર્તમાન વિધાનસભ્યોના પત્તા કાપી નાખ્યા છે. ગઈકાલે સુધી વિધાનસભ્ય રહેલા આ વિધાનસભ્યોને કલ્પના પણ નહી હોય કે તેઓને ટિકિટ નહી મળે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
Narendra Modi Amit Shah BJP 1 કાઇપો છેઃ ભાજપમાં દિગ્ગજોના નામ કપાયા

ભાજપે (BJP) વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat election 2022) માટે 160 ઉમેદવાર જાહેર કર્યા તેમા 38 વર્તમાન વિધાનસભ્યોના પત્તા કાપી નાખ્યા છે. ગઈકાલે સુધી વિધાનસભ્ય રહેલા આ વિધાનસભ્યોને કલ્પના પણ નહી હોય કે તેઓને ટિકિટ નહી મળે.

આ વખતે ભાજપે કોઈની પણ શેહશરમ વગર મોટા માથા કાપી નાખ્યા છે. ઉત્તરાયણ સામે પતંગ કાપવામાં આવે અને કાઇપો છેની બૂમ પડે તેવી આ મોટામાથાઓની સ્થિતિ છે. આ મોટામાથાઓ પાછા હવે બીજે ક્યાંય પેચ લડાવી શકવા સક્ષમ નથી.

આ એક જ ઝાટકે કપાયેલા નામોમાં જોઈએ તો અમદાવાદમાં નરોડાથી બલરામ થાવાણીનું (Balram thawani) પત્તુ કપાયું છે. આ ઉપરાંત અમદાવાદમાંથી જ કૌશિક પટેલની (Kaushik Patel) અને મણિનગરથી સુરેશ પટેલની (Suresh Patel) ટિકિટ કપાઈ છે. રાજકોટ પૂર્વથી અરવિંદ રૈયાણીનું (Arvind raiyani) પત્તુ કપાયું છે. જ્યારે રાજકોટ દક્ષિણથી ગોવિંદ પટેલનું (Govind Patel)પત્તુ કપાયું છે. મોરબીથી બ્રિજેશ મેરજાને ટિકિટ મળી નથી.

અંજારથી વાસણ આહિરની ટિકિટ કપાઈ છે. જામનગર ઉત્તરથી હકુભા જાડેજાની ટિકિટ કપાઈ છે. ગઢડાથી આત્મરામ પરમારની ટિકિટ કપાઈ છે. બોટાદથી સૌરભ પટેલનું પત્તુ કપાયું છે, જે એક સમયે ઊર્જાપ્રધાન હતા. નવસારીથી પિયુષ દેસાઈની ટિકિટ કપાઈ છે. ડીસાથી શશિકાંત પંડ્યાની ટિકિટ કપાઈ છે.

વઢવાણથી ધનજી પટેલનું પત્તુ કપાયું છે. વાઘોડિયાથી મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ છે. ભુજથી નીમાબેન આચાર્યની ટિકિટ કપાઈ છે. ગાંધીનગર દક્ષિણથી શંભુજી ઠાકોરની ટિકિટ કપાઈ છે. વેજલપુરથી કિશોર ચૌહાણની ટિકિટ કપાઈ છે. એલિસબ્રિજથી રાકેશ શાહની ટિકિટ કપાઈ છે.