GOA/ માત્ર મમતા જ ભાજપને પડકારી શકે છે : ગોવાના પૂર્વ

કોંગ્રેસ છોડવાની જાહેરાત સાથે ગોવાના પૂર્વ મુખ્યમંત્રી લુઝીન્હો ફલેરિયોએ મમતા બેનર્જીની દિલ ખોલીને પ્રશંસા કરી હતી. ફલેરિયોએ કહ્યું કે આ સમયે મમતા એકમાત્ર નેતા છે જે કેન્દ્ર સરકાર અને ભાજપને પડકારવાની ક્ષમતા ધરાવે છે.

Top Stories India
લુઝીન્હો ફલેરિયો

ગોવામાં કોંગ્રેસ સામે નવી સમસ્યા ઉભી થઈ છે. પૂર્વ CM ફલેરિયોના રાજીનામા બાદ હવે 40 સભ્યોની ગોવા વિધાનસભામાં કોંગ્રેસના માત્ર ચાર ધારાસભ્યો બાકી રહ્યા છે. કોંગ્રેસ છોડવાની જાહેરાત સાથે ગોવાના પૂર્વ મુખ્યમંત્રી લુઝીન્હો ફલેરિયો એ મમતા બેનર્જીની દિલ ખોલીને પ્રશંસા કરી હતી. ફલેરિયોએ કહ્યું કે આ સમયે મમતા એકમાત્ર નેતા છે જે કેન્દ્ર સરકાર અને ભાજપને પડકારવાની ક્ષમતા ધરાવે છે.

ઉલ્લેખનીય છે ફલેરિયો કોંગ્રેસ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા તે કોંગ્રેસ માટે આંચકો માનવામાં આવી રહ્યો છે. તેમણે ધારાસભ્ય તરીકેનું રાજીનામું સ્પીકરને સોંપ્યું છે. AICC ગોવાના પ્રભારી દિનેશ ગુંદુરાવે પણ પુષ્ટિ કરી છે કે ફલેરિયોએ પણ પાર્ટીની પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપ્યું છે.

ફલેરિયોના રાજીનામા બાદ હવે 40 સભ્યોની ગોવા વિધાનસભામાં કોંગ્રેસના માત્ર ચાર ધારાસભ્યો બાકી રહ્યા છે. ફલેરિયો TMC નેતાઓના સંપર્કમાં છે. થોડા દિવસો પહેલા ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયન ગોવાની મુલાકાતે આવ્યા હતા. તેમણે જાહેરાત કરી હતી કે ટીએમસી ગોવામાં ચૂંટણી લડશે અને તેના સીએમ ઉમેદવારને પણ રજૂ કરશે.

આજે તેમના નિવાસસ્થાને સમર્થકોને સંબોધતા ફલેરિયોએ કહ્યું કે મમતા બેનર્જી એકમાત્ર નેતા છે જે રસ્તા પર ઉતરીને લોકો માટે લડી રહ્યા છે. તે એકમાત્ર નેતા છે જે કેન્દ્ર સરકારનો સામનો કરી રહ્યા છે અને આપણે તેને ટેકો આપવો જોઈએ. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે તે કોલકાતા જશે અને ટીએમસીમાં જોડાશે.

મેઘકહેર / ગોંડલમાં રીક્ષા તો જામજોધપુરમાં બળદગાળા સાથે ખેડૂત તણાયો

હુમલો / ભાજપના ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે ભવાનીપુરની પેટા ચૂંટણી રદ કરવા માંગ, મારા પર હુમલો અને કાર્યકર્તા સાથે મારપીટ

ગુજરાત / ગુજરાતમાં આગામી લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાશે – કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ