Not Set/ RSSના વડા મોહન ભાગવત આવતીકાલથી ગુજરાતના પ્રવાસે

સુરત ખાતે આવતી કાલે પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ભાગ લેશે.ઉપરાંત સ્થાનિક સામાજિક આગેવાનો સાથે પણ મુલાકાત કરશે

Top Stories Gujarat
gujarat RSSના વડા મોહન ભાગવત આવતીકાલથી ગુજરાતના પ્રવાસે

આરએસઅસના વડા  મોહન ભાગવત આવતીકાલથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવવાના છે.પ્રાપ્ત માહિતી અનુસાર 28 સપ્ટેમ્બરથી  મોહન ભાગવત ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવશે. જેમાં સુરત ખાતે આવતી કાલે પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ભાગ લેશે.ઉપરાંત સ્થાનિક સામાજિક આગેવાનો સાથે પણ મુલાકાત કરશે તેવીં માહિતી છે.  મોહન ભાગવત સંઘની વિવિધ  સંસ્થાઓના પદાધિકારીઓ સાથે પણ બેઠક કરશે. મોહન ભાગવત વર્તમાન સામાજિક તથા રાજકીય પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરશે. જાહેર છે કે ગુજરાતની રાજનિતીમાં તાજેતરમાં થયેલા ફેરફાર બાદ આ મુલાકાત પણ મહત્વની સાબિત થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે  ગુજરાત હમેશા પ્રયોગશાળા  તરીકે પણ ઓળખાય છે. ગુજરાત પર ભાજપ અને RSS ની પકડ અને ઈતિહાસ લાંબો રહ્યો છે. તેમજ ગુજરાતમાં રાજકીય પ્રયોગો પણ ખુબ જોવા મળ્યા છે. આવામાં તાજેતરમાં જ ગુજરાતની રાજનીતિમાં જોવા મળેલો મોટો ફેરફાર નિષ્ણાતોના માટે એક નવો પ્રયોગ છે. અને નો રિપીટ થિયરીના પ્રયોગ માટે ભાજપે ગુઅજ્રાતને પસંદ કર્યું છે. આવામાં મુખ્યમંત્રી પદેથી રાજીનામાં  આપ્યા બાદ તાજેતરમાં વિજય રૂપાણીએ પણ રાજકોટ સંઘ કાર્યાલયની મુલાકાત લીધી હતી. જેને લઈને પણ ખુબ અટકળો ચાલી રહી છે.