ગુજરાત/ રાજ્યની સ્કૂલોમાં એકમ કસોટી સ્થગિત

રાજ્ય સરકાર દ્વારા શાળાના વિધાર્થીઓ માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાએ જતાં બાળકોની આગામી 7 તારીખથી શરૂ થતી દ્વિતીય એકમ કસોટી હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

Top Stories Gujarat
એકમ કસોટી રાજ્યની સ્કૂલોમાં એકમ કસોટી સ્થગિત
  • રાજ્યની સ્કૂલોમાં એકમ કસોટી સ્થગિત
  • વેક્સિનેશન અભિયાનને કારણે પરીક્ષા મોકૂફ
  • 7 અને8 જાન્યુઆરીએ યોજાનાર હતી પરીક્ષા
  • દ્વિતીય એકમ કસોટીનો બીજો તબક્કો હાલ મોકૂફ
  • પરીક્ષાનો કાર્યક્રમમાં આગામી સમયમાં કરાશે જાહેર
  • 15 થી વધુ બાળકોનું ચાલી રહ્યું છે રસીકરણ

રાજ્ય સરકાર દ્વારા શાળાના વિધાર્થીઓ માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાએ જતાં બાળકોની આગામી 7 તારીખથી શરૂ થતી દ્વિતીય એકમ કસોટી હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 7 અને 8 જાન્યુઆરીથી શાળાઓમાં એકમ કસોટી શરૂ થવા જઈ રહી હતી. જો કે સરકાર દ્વારા હાલ પૂરતી તેને સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે તારીખ 3 જાન્યુઆરીથી ગુજરાત રાજ્યમાં શાળાના બાળકો માટે વેકસીનેસન કાર્યક્રમ ચાલી રહ્યો છે. એ અંતર્ગત આગામી 7 જાન્યુઆરી મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ હાલ પૂરતી દ્વિતીય એકમ કસોટી હાલ  પૂરતી શાળામાં લેવામાં આવશે નહિ. પરીક્ષાની આગામી તારીખો ની પાછળથી જાણ  કરવામાં આવશે. હાલમાં રાજ્યમાં 15 થી વધુની વયના બાળકોનું રસીકરણ ચાલી રહ્યું છે.

અત્રે નોંધનીય છે કે રાજ્યમાં રસીકરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સાથે રાજ્યમાં દૈનિક નોંધાતા કેસમાં પણ મોટો ઉછાળ આવી રહ્યો છે. રાજ્યના 6 જિલ્લા કોરોનાનું એપી સેન્ટર બની ચૂક્યા છે.

21મી ડિસેમ્બરથી કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. શહેરોની સાથે સાથે જિલ્લાઓમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ઓમિક્રોન વેરિયન્ટના કેસો પણ ઝડપથી નોંધાઈ રહ્યા છે.રાજયમાં કોરોના કેસોમાં રોકેટની ગતિથી વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને રાજ્યના છ જિલ્લાઓ એવા છે જ્યાં કોરોના કેસો અત્યંત ઝડપથી વધી રહ્યા છે. આ છ જિલ્લાઓમાં ગાંધીનગર, આણંદ, કચ્છ, ખેડા, વલસાડ, નવસારીનો સમાવેશ થાય છે.

અફઘાનિસ્તાન /  તાલિબાન શા માટે દુકાનોની બહાર મૂકેલા પૂતળાના ગળા કાપી રહ્યું છે..? 

super-poo-stool / તમારી સારવાર બીજાના મળ દ્વારા થશે, ‘મળ દાન’નું ચલણ ઝડપથી વધી રહ્યું છે

Photos / સંપૂર્ણપણે લુપ્ત મેક્સીકન ‘ટકિલા ફીસ’ સાયન્સની મદદથી ફરી જીવિત કરવામાં આવી