પહેલા મહુવા-દિવ વચ્ચે, પછી દિવ-વેરાવળ વચ્ચે, વળી પાછું પોરબંદર પર અને અંતે દ્રારકા આસપાસ ટકરાશે તેવી હવમાન વિભાગની “વાયુ” સંદર્ભે કરવામા આવેલ આગાહીથી દ્રારકાનાં લોકોનાં જીવ પડીકે પુરાયા હતા. વાયુએ પોતાની દિશા બદલીને જે ટેન્શન આપ્યું હતું. તો જ વાયુએ ફરી દિશા બદલી અને રાહત આપતા લોકો અને તંત્ર બનેંનાં જીવમાં જીવ આવ્યા હતા.
શરૂઆતથી લઇ અત્યાર સુધીની યાત્રામાં વાયુ વધુ વિનાશક બન્યુ તે પણ આટલી જ હકીકત છે. પહેલા 110 km, બાદમાં 135kmઅને છેલ્લે છેલ્લે 170km સુધીની વિનાશક તાકાત એકત્ર કરી લીઘેલ વાયુએ સૌરાષ્ટ્રના કિનારાથી છેટું રાખતા આમતો ગુજરાત માથેથી મોટી ઘાત ટળી આવુ કહેવુ વઘારે નહીં ગણાય.
ખાસ કરીને વાત કરવામા આવે દ્રારકાની તો, ભલે ફંટાઇ ગયુ પણ, વાયુ વાવાઝોડાની અસરને કારણે દ્વારકામાં સવારથી જ ભારે પવન ફૂંકાવવાનો શરૂ થઇ ગયો હતો. અને લોકોમાં વાવાઝોડાને લઇને એક અજંપા જેવી સ્થિતિ જોવા મળી રહી હતી. પરંતુ કહેવાય છે ને કે તલવારનો ઘા સોયથી સરી ગયો તેમ વાયુ મામલે દ્રારકા સાથે પણ આવુ જ જોવા મળ્યું અને કોઇ જાનહાની કે જાનમાલનાં નુકશાન વિના વાયુનાં વેગીલા પવને વર્ષો જૂનુ વૃક્ષને ધરાશાયી કર્યું. જો કે સમયસર દ્વારકા નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરી હતી. મહત્વનું છે કે વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જેથી અવરજવર કરતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો આ ઘટનામાં કોઇ જાનહાનિ ન સર્જાતાં લોકોએ રાહતનો દમ લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.