વિરોધ/ રાત્રિ કર્ફ્યુનો સમય રાતના 11થી સવારના 6 વાગ્યા સુધી કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની માંગ

રાજયમાં  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતના 4 મહાનગરો અમદાવાદ,સુરત,રાજકોટ,વડોદરા શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ રાત્રિ કર્ફ્યુની સમયમર્યાદા વધારીને રાતના 10થી સવારના 6 વાગ્યા સુધીની કરવામાં આવી છે.  

Rajkot Gujarat
Untitled 47 રાત્રિ કર્ફ્યુનો સમય રાતના 11થી સવારના 6 વાગ્યા સુધી કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની માંગ

રાજયમાં  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતના 4 મહાનગરો અમદાવાદ,સુરત,રાજકોટ,વડોદરા શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ રાત્રિ કર્ફ્યુની સમયમર્યાદા વધારીને રાતના 10થી સવારના 6 વાગ્યા સુધીની કરવામાં આવી છે. પરંતુ રાત્રિ કર્ફ્યુનો વિરોધ રાજકોટ ચેમ્બર ઓફ કોર્મસ દ્વારા કરવામાં આવ્યો છે.  જેમાં મુખ્યમંત્રીને રજુઆત કરી રાત્રિ કર્ફ્યુનો સમય રાતના 11થી સવારના 6 વાગ્યા સુધીનો કરવા માંગ કરી છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનાં વાઇસ પ્રેસિડેન્ટ પાર્થ ગણાત્રાએ આ અંગે જણાવ્યું હતું કે, કર્ફ્યુને કારણે વેપાર-ધંધા પર આર્થિક અસર પડે છે. કારણ કે, સામાન્ય રીતે હાલ ઉનાળાનાં દિવસોમાં બપોરે બજારો માં હલચલ ઓછી જોવા મળતી હોય છે. જ્યારે બીજી તરફ રાત્રે વહેલો કર્ફ્યુ હોવાને કારણે વેપારીઓને ભારે માનસિક તણાવનો સામનો કરવો પડી રહ્યો છે. ગત વર્ષ દરમિયાન વેપારીઓએ ઘણી મોટી મુશ્કેલીઓ અને નુકસાનીઓ પણ સહન કરી છે. ત્યારે વેપાર-ધંધાને પડી ભાંગતા બચાવવા માટે પણ હવે સરકારે રાત્રિ કર્ફ્યુના સમયમાં આ ફેરફાર કરવો જરૂરી બન્યો હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…