સુરત/ મંદીના માહોલમાંથી પસાર થતા ટેક્સટાઇલ ઉદ્યોગનો યુ-ટર્ન, માલ ડિસ્પેન્ડનો રેશિયો થયો બમણો

સુરતથી અન્ય રાજ્યોમાં 40થી 50 ટ્રકો માલ પ્રતિદિન મોકલવામાં આવતો હતો. હવે ડિમાન્ડના કારણે પ્રતિદિન 200 ટ્રકો માલ અલગ અલગ રાજ્યમાં મોકલવામાં આવે છે.

Gujarat Surat
YouTube Thumbnail 45 3 મંદીના માહોલમાંથી પસાર થતા ટેક્સટાઇલ ઉદ્યોગનો યુ-ટર્ન, માલ ડિસ્પેન્ડનો રેશિયો થયો બમણો

@અમિત રૂપાપરા 

Surat News: સુરત બે નામથી ઓળખાય છે. એક ટેક્સટાઇલ્સ સુધી સુરત અને બીજું ડાયમંડ સિટી સુરત. હાલ સુરતના ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ દેખાઈ રહ્યો છે. તો બીજી તરફ ટેક્સટાઇલ ઉદ્યોગના વેપારીઓ ખુશ દેખાઈ રહ્યા છે કારણ કે દિવાળીના તહેવારની ખરીદી શરૂ થઈ હોવાના કારણે ટેક્સટાઇલ માર્કેટમાં તેજીનો માહોલ દેખાઈ રહ્યો છે. અગાઉ સુરતથી અન્ય રાજ્યોમાં 40થી 50 ટ્રકો માલ પ્રતિદિન મોકલવામાં આવતો હતો. હવે ડિમાન્ડના કારણે પ્રતિદિન 200 ટ્રકો માલ અલગ અલગ રાજ્યમાં મોકલવામાં આવે છે. એટલા માટે જ સુરતના ટેક્સટાઇલ વેપારીઓમાં ખુશીનો માહોલ છે અને દિવાળી સુધીમાં સુરત ટેક્સટાઇલ માર્કેટને અંદાજિત 8થી 10,000 કરોડનો વેપાર મળે તેવી આશા પણ વેપારી વ્યક્ત કરી રહ્યા છે.

Untitled 7 10 મંદીના માહોલમાંથી પસાર થતા ટેક્સટાઇલ ઉદ્યોગનો યુ-ટર્ન, માલ ડિસ્પેન્ડનો રેશિયો થયો બમણો

સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં કોરોના બાદ સતત મંદી દેવો માહોલ દેખાઈ રહ્યો હતો. જેથી વેપારીઓ નિરાશ થયા હતા અને ત્યારબાદ પણ અલગ અલગ તહેવારોમાં ડિમાન્ડ ન વધવાના કારણે વેપારીઓ જોઈએ તે પ્રમાણે ધંધો કરી શક્યા ન હતા. જૂન જુલાઈ મહિનાની વાત કરવામાં આવે તો ટેક્સટાઇલ માર્કેટમાંથી માંડ-માંડ 50થી 70 જેટલી ટ્રકો માલ અન્ય રાજ્યોમાં સપ્લાય થતો હતો પરંતુ હાલ તહેવારોની સિઝનના કારણે આ કપડાની ડિમાન્ડમાં વધારો થતા માલ ડિસ્પેચિંગનો રેશિયો ડબલ થઈ ગયો છે અને એના જ કારણે વેપારી ખુશ જોવા મળી રહ્યા છે.

જૂન-જુલાઈ સુધીમાં માંડ-માંડ 50થી 70 જેટલા ટ્રકો અન્ય રાજ્યમાં માલ જતો હતો. પણ હવે  200 કે 250 જેટલા ટ્રકો માલ અન્ય રાજ્યના વેપારીઓને પ્રતિદિન મોકલવામાં આવી રહ્યો છે. તો સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારી દ્વારા એવો આદી વ્યક્ત કરવામાં આવ્યો છે કે, દિવાળી સુધીમાં જો આ જ પ્રકારે માલની ડિમાન્ડ રહેશે તો 10,000 કરોડનો વેપાર સુરત ટેક્સટાઇલ માર્કેટનો થશે.

Untitled 7 11 મંદીના માહોલમાંથી પસાર થતા ટેક્સટાઇલ ઉદ્યોગનો યુ-ટર્ન, માલ ડિસ્પેન્ડનો રેશિયો થયો બમણો

ટેક્સટાઇલ માર્કેટમાં તેજીનો માહોલ દેખાયો હોવાના કારણે સુરત ટેક્સટાઇલ એસોસિએશન ફોસ્ટા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, સુરતની ટેક્સટાઇલ માર્કેટ મહિનાના ચારે ચાર રવિવાર દરમિયાન ચાલુ રાખવામાં આવશે. જેથી કરીને અન્ય કોઈ રાજ્યના વેપારીઓ રવિવારે ખરીદી કરવા આવે તો તે નિરાશ ન થાય અને રવિવારે પણ સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને ધંધો મળી રહે. મહત્વની વાત છે કે દિવાળીનો તહેવાર એક એવો તહેવાર છે કે દેશભરમાં મનાવવામાં આવે છે અને એટલા જ માટે દર વર્ષે 30 થી 40% જેટલો વેપાર આ એક સિઝનમાં જ ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓને થતો હોય છે.


whatsapp ad White Font big size 2 4 મંદીના માહોલમાંથી પસાર થતા ટેક્સટાઇલ ઉદ્યોગનો યુ-ટર્ન, માલ ડિસ્પેન્ડનો રેશિયો થયો બમણો


આ પણ વાંચો:જૂનાગઢ અને અમરેલીમાં ભાદરવાના અંતે અષાઢી માહોલ, ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી જ પાણી

આ પણ વાંચો:જમવાનું બનવાની ના પડતા પતિએ પત્નીનું કાપ્યું ગળું અને પછી કર્યું એવું કે….

આ પણ વાંચો:સામાન્ય ઝગડામાં બે ભાણેજોએ સગા મામાની કરી હત્યા

આ પણ વાંચો:HCએ સેન્સર બોર્ડને ફિલ્મ ‘ગુથલી લાડુ’માંથી ‘જ્ઞાતિવાદી અપમાન’ દૂર કરવાની માગ પર નિર્ણય લેવા આપ્યો નિર્દેશ