Not Set/ બાપુનગરમાં દહેજ અત્યાચાર, સાસરિયા પક્ષ સામે થઈ પોલીસ ફરિયાદ

શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતી મહિલાએ સાસરિયા દ્વારા દહેજને લઇ શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી છે. સાસુ, જેઠ, નણંદ તેમજ નણંદોઇ અવાર નવાર બોલાચાલી કરી અપશબ્દો કહી દહેજ માટે મહેણા ટોણા મારતા હતા. એટલું જ નહીં નણદોઇ જે રધુનાથ હિન્દી હાઇસ્કૂલના પ્રિન્સિપાલ છે જેઓ મહિલાને પતિને છોડવા માટે દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી […]

Ahmedabad Gujarat
molestation rape kidnap crime woman girl child 0 0 0 0 0 0 0 0 0 e1533726340443 બાપુનગરમાં દહેજ અત્યાચાર, સાસરિયા પક્ષ સામે થઈ પોલીસ ફરિયાદ

શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતી મહિલાએ સાસરિયા દ્વારા દહેજને લઇ શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી છે. સાસુ, જેઠ, નણંદ તેમજ નણંદોઇ અવાર નવાર બોલાચાલી કરી અપશબ્દો કહી દહેજ માટે મહેણા ટોણા મારતા હતા. એટલું જ નહીં નણદોઇ જે રધુનાથ હિન્દી હાઇસ્કૂલના પ્રિન્સિપાલ છે જેઓ મહિલાને પતિને છોડવા માટે દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

બાપુનગરમાં વિસ્તારમાં રહેતી મહિલાના પાંચેક વર્ષ પહેલા રાજસ્થાનના જુનજુન ચિડાવ ખાતે ચેતનભાઇ રામકૃષ્ણ સાથે લગ્ન થયા હતા. મહિલના સસરા રધુનાથ હાઇસ્કૂલના સંચાલક છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું સાસુ સુમિત્રાબેન, જેઠ રાજકુમાર યાદવ જેઓ રધુનાથ હાઇસ્કૂલમાં લાયબ્રેરિયન તરીકે કામ કરે છે. તથા નણંદ મમતાબેન તથા નણંદોઇ મહેન્દ્રભાઇ દુધનાથ યાદવ જે રધુનાથ હાઇસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે તથા ભાણેજ જમાઇ અજય યાદવ આરજી. યાદવ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં નોકરી છે. આ તમામ આરોપી દહેજ માટે ત્રાસ આપી હેરાન પરેશાન કરે છે.

મહિલાના જ્યારે લગ્ન હતા ત્યારે આ તમામ આરોપીઓ લગ્નની વિધી અધુરી મૂકી અમદાવાદ ખાતે આવી ગયા હતા. મહિલાએ જણાવ્યું હતું કે, સાંસારિક જીવન ન બગડે તે માટે લગ્નની વિધી પૂરી કરી અમદાવાદ સરસપુર ખાતે સાસુ તથા જેઠ જેઠાણી સાથે સંયુક્ત પરિવાર પાસે રહેવા આવી ગયા હતા.

  • IMG 20210313 WA0052 બાપુનગરમાં દહેજ અત્યાચાર, સાસરિયા પક્ષ સામે થઈ પોલીસ ફરિયાદ

નણંદ, નણંદોઇ તથા ભાણેજ જમાઇ લગ્નથી ખુશ ન હોવાથી અનાર નવાર હેરાન પરેશાન કરતા હતા. એકબીજાની ચઢામણી કરી મહિલા સાથે બબાલ કરતા હતા. એટલું જ નહીં જમાવું પણ આપતા નહી. અમારે સાથે રહેવું હોય તો તારા બાપાના ઘરેથી કરીયાવર લઇને આવ તેમ કહી ત્રાસ આપતા હતા.

મહિલાને સંતાનમાં એક દિકરાનો જન્મ થયો હતો. અવાર નવાર થતાં ઝઘડાને લઇ મહિલા તેના પતિ સાથે રધુનાથ સ્કૂલની ઉપર રેહવા જતા રહ્યા હતા. જો કે નણંદ, નણંદોઇ તેમજ ભાણેજ જમાઇને સ્કૂલમાં ટ્રસ્ટ તેમજ શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાથી ત્યાં આવતા જતા હતા. ત્યારે પણ નાની નાની વાતમાં બબાલ કરી કરીયાવરની માંગ કરતા હતા. એટલું જ નહીં પતિને ચઢામણી કરી મિલકતનો ભાગ લેવા મહિલાને છોડી દેવાની વાત કરતા હતા.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે નણદોઇ મહેન્દ્ર યાદવે મહિલાને તેના પતિને હંમેશા માટે છોડી દેવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.  જો કે આખરે તંગ આવી મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં સાસુ, નણંદ, નણદોઇ તેમજ ભાણેજા જમાઇ સામે ફરિયાદ નોધાવી કાર્યવાહીની માંગ કરી છે