મન હોય તો માળવે જવાય, મક્કમ મનોબળ સાથે શરુ કરેલા કાર્યોમાં જરૂરથી સફળતા મળે છે. આવું જ દ્વારકા જીલ્લાના નાનકડા ગામની વતની અંજલીએ સાબિત કરી આપ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાના એવા ગામ ધતુરિયા માં રહેતી અંજલિ ભાટીયાએ જિલ્લા નું નામ રોશન કર્યું છે. ફેશન ડિઝાઈનર ક્ષેત્ર માં હૈદરાબાદ માં થયેલ ફેશન શો માં ડ્રેસ ટોપ મોડલ દ્વારા રજૂ કરાયો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા ના નાના એવા ગામ ધતુરિયા માં રહેતી અને 12 વર્ષ સુધી અભ્યાસ કરી અને ફેશન ડિઝાઈનર બનવાના શોખ ધરાવનાર અંજલિ ભાટીયા એ ડિઝાઇન કરેલ ડ્રેસ ને ટોપ મોડલ દ્વારા રજૂ કરાયો હતો. પ્રેક્ષકો સહિત ઉપસ્થિત તમામ લોકો અને જજીસ ને ખૂબ સુંદર લાગ્યા હતા.
આ ડિઝાઇન થયેલ ડ્રેસ ને એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેના લીધે નાના એવા ગામ માં રહેતી અંજલિ ભાટીયા એ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાનું અને આહીર સમાજનું નામ રોશન કર્યું છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાના એવા ગામ ધતુરિયા માં રહેતી યુવતી એ ફેશન ડિઝાઇનર ક્ષેત્રમાં મોટું નામ થયું છે.
મહેસાણા / સતલાસણા તાલુકા પંચાયતમાં સત્તાની ખુરશી માટે ભાજપ-કોંગ્રેસ આમને-સામને
cinema halls / મલ્ટિપ્લેક્સ ફરી બેઠા થવાની તૈયારીમાં, માર્ચથી જ આવી રહી છે અસંખ્ય મૂવીઝ