Not Set/ બેંકમાં જમા કરાવવા માટે પૈસા રાખ્યા કેશ કાઉન્ટર પર અને ભટકાઇ ગયો ગઠીયો, પછી થયું….

ગઠીયાઓ પણ હાથ સાફ કરવામાં મોટા કલાકાર હોય છે, અને આ વાતનો અનુભવ આજે અમદાવાદનાં એક બેંકમાં પૈસા જમા કરાવવા ગયેલા ગ્રાહકને 5 લાખની કિંમતે જાણવામાં આવ્યું. જી હા અમદાવાદનાં શાહીબાગમાં આવેલ યસ બેન્કમાં એક ખાતાધારક દુકાનદાર 5 લાખ રૂપિયા ભરવા ગયા હતા. દુકાનદાર એક થેલી માં 2000 અને 500ની નોટના અલગ અલગ બંડલ લઈ […]

Ahmedabad Gujarat
bank બેંકમાં જમા કરાવવા માટે પૈસા રાખ્યા કેશ કાઉન્ટર પર અને ભટકાઇ ગયો ગઠીયો, પછી થયું....

ગઠીયાઓ પણ હાથ સાફ કરવામાં મોટા કલાકાર હોય છે, અને આ વાતનો અનુભવ આજે અમદાવાદનાં એક બેંકમાં પૈસા જમા કરાવવા ગયેલા ગ્રાહકને 5 લાખની કિંમતે જાણવામાં આવ્યું. જી હા અમદાવાદનાં શાહીબાગમાં આવેલ યસ બેન્કમાં એક ખાતાધારક દુકાનદાર 5 લાખ રૂપિયા ભરવા ગયા હતા. દુકાનદાર એક થેલી માં 2000 અને 500ની નોટના અલગ અલગ બંડલ લઈ બેંકમાં ગયા હતા.

જો કે, દુકાનદાર પહોંચ્યા ત્યારે કેશ કાઉન્ટર પર કોઈ કર્મચારી હાજર ન હતો. જેથી દુકાનદારે પોતાની થેલીમાંથી 5 લાખ રૂપિયા કેશ કાઉન્ટર પર મૂક્યા અને કેશિયરની રાહ જોવા લાગ્યા. થોડી વધારે વાર લાગતા દુકાનદાર, કેશિયરને બોલવા ગયા હતા અને ગણતરી સેંકડોમાં એક ગઠીયો કેશ કાઉન્ટર પર પડેલ પૈસાનાં બંડલમાંથી રૂપિયા 2000ની નોટનું એક બંડલ લઈ ક્યારે સરકી ગયો તે કોઇને ખબર સુધા ન પડી. પૈસા ભરતી વખતે 2 લાખ ઓછા નિકળતા સમગ્ર મામલે વાદવિવાદ સર્જાયો અને ફાઇનલી પૈસા ગયા ક્યાં તે શોધવા માટે CCTV ચેક કરવા પર વાત આવી.

સમગ્ર ઘટનાની સાચી માલુમાત માટે બેંકનાં સીસીટીવી ચેક કરતા, CCTV માં ગઠીયાનાં કરતુત જે કેદ થઈ ગયા હતા તે સામે આવ્યા. સીસીટીવી જોતા ખબર પડી કે એક ગઠીયો મોબાઈલ ફોન પર વાત કરતો કરતો સહજ રીતે બેન્કમાં પ્રવેશ્યો અને કેશ કાઉન્ટર પર પડેલા પૈસાનાં બંડલમાંથી એક બંડલ નજર ચૂકવી લઈને ઉઠાવીને તે જ સહજતા સાથે જતો પણ રહ્યો.

બેંકની અંદર ચોર -ગઠીયો બિન્દાસ આવી પૈસાનું એક બંડલ લઈ ફરાર થઈ જાતા, આ મામલે હાલ શાહીબાગ પોલીસે સીસીટીવીનાં આધારે ચોર-ગઠીયાની શોધ માટે ચક્રો ગતીમાન કર્યા છે. આ કિસ્સો બેંકમાં પૈસા ભરવા જનાર લોકો માટે ચેતવણીરૂપ છે. કેમ કે , બેંકમાં આજ પ્રકારે લોકોની ભીડમાં ચોર અને ગઠીયા ટોળકી તમારા પૈસા સેરવી જતી હોય છે. ત્યારે ગ્રહાકોએ પણ સજાગતા કેળવવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.