Not Set/ સોમનાથ/ વાવાઝોડાનું સંકટ ટળતા, કાર્તિકી પૂનમનો મેળો યથાવત  

અરબી સમુદ્રમાં સર્જાયેલું મહા વાવાઝોડું દરિયામાં જ સમાઇ ગયું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા  પૂનમનો મેળો વાવાઝોડાનું સંકટ ટળતા ફરીથી યોજાવાની જાહેરાત કરાઈ છે. અગાઉ રાજ્યના દરિયાકાંઠે વાવાઝોડાના સંકટના કારણે સોમનાથ ટ્રસ્ટે મેળો રદ કર્યો હતો. મેળો 11થી 15 નવેમ્બર સુધી યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ મેળાનો પ્રારંભ 1955માં સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ મોરારજીભાઇ દેસાઇએ કરાવ્યો […]

Gujarat Others
somnath 3 સોમનાથ/ વાવાઝોડાનું સંકટ ટળતા, કાર્તિકી પૂનમનો મેળો યથાવત  

અરબી સમુદ્રમાં સર્જાયેલું મહા વાવાઝોડું દરિયામાં જ સમાઇ ગયું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા  પૂનમનો મેળો વાવાઝોડાનું સંકટ ટળતા ફરીથી યોજાવાની જાહેરાત કરાઈ છે. અગાઉ રાજ્યના દરિયાકાંઠે વાવાઝોડાના સંકટના કારણે સોમનાથ ટ્રસ્ટે મેળો રદ કર્યો હતો. મેળો 11થી 15 નવેમ્બર સુધી યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ મેળાનો પ્રારંભ 1955માં સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ મોરારજીભાઇ દેસાઇએ કરાવ્યો હતો. પહેલા આ મેળો 3 દિવસ માટે થતો હતો જે હવે છેલ્લા 10 વર્ષથી પાંચ દિવસ માટે યોજવામાં આવે છે.કૈલાસ મહામેરૂપ્રસાદના નામે ઓળખાતા આ ભવ્ય દેવાલયનાં શિખરની ઉપર કાર્તિક પૂર્ણિમાની રાત્રીએ ચન્દ્ર વિશેષ રીતે પ્રકાશે છે.

પૂનમની રાત્રીએ બાર વાગ્યે શિવની જ્યારે મહાપૂજા થાય છે ત્યારે ચન્દ્રમા એવી વિશેષ રીતે મંદિરના શિખરની ઉપર ગોઠવાઈ જાય છે કે જાણે ભગવાન શિવે ચંન્દ્રમાને મસ્તક ઉપર ધારણ કર્યો હોય.આ મેળા માટે મંદિર મોડી રાત સુધી ખુલ્લુ રાખવામાં આવે છે. મોડી રાતે મહાદેવની મહાઆરતી કરવામાં આવતી હોય છે. આ મેળામાં સૌરાષ્ટ્રનાં લાખો લોકો હાજર રહે છે. ડાયરાથી માંડીને વિવિધ આયોજનો પણ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.