ખેતી/ બ્લેક બેરી અને એપલ તમે સાંભળ્યું જ હશે, પણ રેડ એપલ બોર સાંભળ્યું છે?

ખેડૂતનો જગતનો તાત અમથો જ કહી દેવામાં નથી આવ્યો. બેજાન અને બંજર જમીનને પણ પોતાનાં પરસેવેથી છોરુની જેમ સિંચે છે એ ખેડૂત અને માટે તો તેને જગતનો તાત કહેવાય છે

Gujarat Others
blakck apple bor બ્લેક બેરી અને એપલ તમે સાંભળ્યું જ હશે, પણ રેડ એપલ બોર સાંભળ્યું છે?

@કાર્તિક વાઝા, મંતવ્ય ન્યૂઝ – ઉના 

ખેડૂતનો જગતનો તાત અમથો જ કહી દેવામાં નથી આવ્યો. બેજાન અને બંજર જમીનને પણ પોતાનાં પરસેવેથી છોરુની જેમ સિંચે છે એ ખેડૂત અને માટે તો તેને જગતનો તાત કહેવાય છે. ખંતીલા ગુજરાતનાં ખેડૂતોએ આવો જ એક અવનવો કરિશ્મા કરી બતાવ્યો છે. ગુજરાતમાં હવે એપલ જેવા બોરની ખેતી ખેડૂતો કરી રહ્યાં છે. રેડ એપલ બોરની ઉનાના ખેતી કરી સારી આવક ઉભી કરી રહ્યાં છે.

રેડ એપલ બોરની ખેતી 

એપલ જેવા દેખાય છે બોર
ખાવામાં છે મધુર મધ જેવા
ગુજરાત સિવાય જાય છે અન્ય રાજ્યોમાં

ખેડૂતો અત્યારે ઓછા ખર્ચે વધુ નફો મેળવતા ઔર્ગેનિક ખેતી તરફ આગળ વધી રહ્યાં છે. બજારમાં અનેક પ્રકારના બોર મળે છે. પણ રેડ એપલ બોરની માંગ સૌથી વધું છે. અને તેનો સ્વાદ વધુ મધૂર હોય છે. ત્યારે ઉનાના ગામમાં રહેતા ભીખુભાઈ ખસીયાએ રેડ એપલ બોરની ખેતી કરી છે. રેડ એપલ બોરની ખેતી કેવી રીતે કરવી તેની માહીતી તેમણે ઈન્ટરનેટના માધ્યમથી મેળવી હતી. ઈન્ટરનેટના યોગ્ય ઉપયોગથી મળેલી માહિતી પછી તેમણે ખેતી કરવાનું નક્કી કર્યું.

 કલકતા શહેરીમાંથી રેડ એપલ અને ગ્રીન એપલ બોરના ૮૦૦ રોપા મંગાવી ઉગાડયા. જેમાં તેમણે કોઇપણ જાતનું બિયારણ કે ખાતરનો ઉપયોગ કર્યા વગર માત્ર ગૌ-મૂત્ર અને છાણનો ઉપયોગ કરી ઓર્ગેનિક બોરની ખેતી કરી. આ બોર તે ગુજરાત રાજય તેમજ બહારના રાજયમાં સપ્લાય કરી રહ્યાં છે.

ખેડુતે પ વિઘા જમીનમાં અંદાજીત ૮૦૦ જેટલા રોપા વાપી લાખો રૂપિયાની ખેતી કરી છે.. આ બોરની સીઝન ડિસેમ્બર-જાન્યુઆરી માસમાં હોય છે અમે રૂ. ૫૦ ના કિલો લેખે વેચાણ કરી રહ્યાં છે. ભીખુભાઇએ પ્રથમ વખત જ બોરનું વાવેતર કર્યુ છે. ત્યારે આ વર્ષે અંદાજે ૧૫૦૦ મણ બોરનું ઉત્પાદન થવાનું જણાવ્યું હતું. એટલે કે તેઓ વાર્ષિક ૮ થી ૧૦ લાખની કમાણી આસાનીથી કરી શકશે. રેડ એપલ બોર ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં પણ માગ છે. જેને લઈને ગુજરાતના વેપારી સાથે અન્ય રાજ્યના વેપારીઓ પણ બોર લેવા આવે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…