Ahmedabad Incident/ વાડજની પરિણીતા પાસે સાસરિયાઓએ  કરી દહેજની માંગણી, પતિએ છૂટાછેડા માંગતા આપ્યું વિચિત્ર કારણ

વાડજની પરિણીતા પર સાસિરયાઓએ દહેજની માંગણી કરી. સાસરિયાઓની દહેજની માંગણી ના સંતોષાતા પતિએ છૂટાછેડા માંગતા વિચિત્ર કારણ આપ્યું.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ : વાડજની પરિણીતા પર સાસિરયાઓએ દહેજની માંગણી કરી. સાસરિયાઓની દહેજની માંગણી ના સંતોષાતા પતિએ છૂટાછેડા માંગતા વિચિત્ર કારણ આપ્યું. પતિએ વાડજની પિરણીતાને કહ્યું કે મને તારી સાથે ફિંલિગ્સ આવતી નથી એટલે આપણે જુદા થઈ જઈએ.

શહેરના વાડજ વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતીના લગ્ન મુંબઈના એક યુવક સાથે થયા હતા. મુંબઈમાં આ યુવકનો પરિવાર ભાડાના ઘરમાં રહે છે. વાડજની યુવતી લગ્ન કરી મુંબઈ ગઈ ત્યાર બાદ થોડા દિવસ બધુ રાબેતા મુજબ ચાલ્યું. લગ્નના થોડા દિવસો જતા પરિણીતાના સાસુ તેને કામમાં રોકટોક કરવા લાગ્યા. યુવતી અમદાવાદની હોવાથી સાસુ ટોણાં મારતા કે મારા પુત્રનો 80 હજાર પગાર છે પણ તું જરાય આધુનિક નથી. તુ સાવ ગામડિયણ જેવી લાગે છે. તારી સાથે મારા પુત્રના લગ્ન કરાવી બહુ મોટી ભુલ કરી તેમ મહેણાં મારતા રહેતા.

મુંબઈના યુવક અને વાડજની પરિણીતાનું લગ્નજીવન શરૂ થયાના થોડા દિવસોમાં જ બેતાલ થવા લાગ્યું. યુવકે પરિણીતા પાસે એમ કહી છૂટાછેડા માંગ્યા કે મને તારી સાથે ફિંલિગ્સ આવતી નથી. યુવકના પરિવારે પરિણીતાના પિયરિયાઓને બોલાવ્યા અને કહ્યું કે છૂટાછેડામાં સહી કરશો તો જ તમારી દિકરીના દાગીના અને કરિયાવર તમને પાછા આપીશું.

આ મામલે પરિણીતાએ પણ ફરિયાદ કરી કે સાસરે આવ્યાના થોડા સમય પછીથી તેના પર દહેજના નામે ત્રાસ ગુજારવામાં આવ્યો છે. તે કામ કરે ત્યારે તેના સસરા એકીટશે તેને જોઈ રહે છે. અને તેનો પતિ તેના માતા-પિતાના કહ્યા મુજબ જ કામ કરે છે. મુંબઈના યુવક અને વાડજની યુવતીનો કિસ્સો બતાવે છે કે આજે સંબંધોમાંથી વિશ્વાસ અને સત્યતા ગાયબ થયા છે. આજના સમયમાં લોકો શિક્ષિત થવા છતાં આચરણમાં ક્યાંય શિક્ષણ અને સમજણનો ગુણો જોવા મળતા નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Ahmedabad-Fire Incident/બોપલના TRP મોલમાં ગેમિંગ ઝોનમાં ભીષણ આગ દુર્ઘટના, ભારે જહેમત બાદ 2 કલાકમાં મેળવ્યો કાબૂ, જાનહાનિ ટળી

આ પણ વાંચોઃ Terrorism/ ‘આતંકવાદનો ઉદ્યોગ ચલાવે છે પાકિસ્તાન’, સિંગાપોરમાં જયશંકરે કરી આકરી ટિપ્પણી

આ પણ વાંચોઃ Surat/ સુરતના ભાજપના કોર્પોરેટરનું હાર્ટ એટેકથી અવસાન

આ પણ વાંચોઃ પ્રેમી પંખીડાએ બાળક સાથે આત્મહત્યા કરી, આપઘાત પહેલા સેલ્ફી મિત્રોને મોકલી