- અલકાયદાએ ભારતને આપી ધમકી
- આત્મઘાતી હુમલા કરવાની ધમકી
- ગુજરાત,મુંબઈ,યૂપીમાં હુમલાની ધમકી
- ધમકીભરેલો 2 પાનાનો પત્ર જાહેર કર્યો
- પયગંબર વિરુદ્ધ ટિપ્પણીથી મામલે ધમકી
ભાજપના નેતા નુપુર શર્માએ પયગંબર વિરૂદ્વ વિવાદાસ્પદ નિવેદન આપતા સમગ્ર દેશ સહિત વિશ્વમાં ખળભળાટ મચી જવા પામ્યો છે, જેના લીધે વિદેશમાં ભારતના રાજદૂતને બોલાવવામાં આવ્યા હતા અને ઘણાબધા દેશોએ આ નિવેદનની કડક શબ્દોમાં નિંદા કરી હતી. આ મામલે હવે આંતકવાદી સંગઠન અલકાયદાએ ભારતને ધમકી આપી છે.
આંતકવાદી સંગઠન અલકાયદાએ ભારતને આત્મઘાતી હુમલાની ચેતવણી આપતો પત્ર જાહેર કર્યો છે. ધમકી ભરેલો બે પાનાનો પત્ર લખ્યો છે. દેશના મુંબઇ,ગુજરાત,યુપી સહિત અનેક રાજ્યમાં આત્મઘાતી હુમલાની ખુલ્લી ધમકી આપી છે,આ મામલે હાલ પોલીસ તંત્ર એલર્ટ થઇ ગઇ છે, અને આ રાજ્યોમાં હાઇએલર્ટ કરી દીધુ છે,પોલીસ અને પ્રશાસન આ મામલે સજાગ બન્યું છે.
ઉલ્લેખનીય છે કે ભાજપના નેતા નુરપુર શર્માએ એક ટેલિવિઝનમાં દલીલ દરમિયાન પયગંબર મોહમ્મહ વિરુદ્વ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી જેના લીધે દેશ સહિત વિશ્વમાં આ વિવાદ ફેલાઇ ગયો છે.