Not Set/ હવે ટ્રેનમાં ચા અને કોફી માટે વધારે રૂપિયા ચુકવવા પડશે

ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા લોકોએ હવે ચા અને કોફી માટે વધુ નાણા ચુકવવા પડશે કારણકે 18 સપ્ટેમ્બર , 2018 થી ભાવમાં થયેલ નવો ફેરફાર લાગુ થશે. IRCTC (Indian Railway Catering and Tourism)નાં ચેરમેને જાહેર કરેલાં ઓર્ડર મુજબ જે નવા ભાવ આવ્યા છે એ આ મુજબ છે. ચા અને કોફી માટે સાત રૂપિયાને બદલે હવે દસ […]

Top Stories India
Indian Railways 1 હવે ટ્રેનમાં ચા અને કોફી માટે વધારે રૂપિયા ચુકવવા પડશે

ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા લોકોએ હવે ચા અને કોફી માટે વધુ નાણા ચુકવવા પડશે કારણકે 18 સપ્ટેમ્બર , 2018 થી ભાવમાં થયેલ નવો ફેરફાર લાગુ થશે. IRCTC (Indian Railway Catering and Tourism)નાં ચેરમેને જાહેર કરેલાં ઓર્ડર મુજબ જે નવા ભાવ આવ્યા છે એ આ મુજબ છે. ચા અને કોફી માટે સાત રૂપિયાને બદલે હવે દસ રૂપિયા ચુકવવા પડશે.

આ ઉપરાંત એમાં જણાવવામાં આવ્યું હતું કે આ ભાવમાં GST પણ શામેલ હશે જેથી સર્વિસ આપનાર અલગથી GST ચાર્જ કરી શકશે નહી.

જોકે પ્રીમીયમ ટ્રેન જેવી કે રાજધાની અને શતાબ્દીમાં ચા અને કોફીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. રેલ્વે બોર્ડે IRCTCને કહ્યું હતું કે તેઓ લાયસન્સ ફીમાં ફેરફાર કરે કારણકે પીણાના ભાવમાં એડજસ્ટમેન્ટ કરવાની જરૂરિયાત લાગે છે.

જયારે મુસાફરોએ ઘણી બધી ફરિયાદ કરી હતી કે પાણીની બોટલ, ફૂડ માટે વધારે નાણા લેવામાં આવી રહ્યા છે ત્યારે મીનીસ્ટ્રીએ ભાવપત્રક જાહેર કર્યું હતું. રેલ્વે કોન્ટ્રાકટ મુજબ સપ્લાયર IRCTC દ્વારા નિર્ધારિત ભાવ જ ચાર્જ કરી શકે છે.