Not Set/ રાજકોટનાં બે મહિલા તબિબ કોરોના પોઝિટિવ, અમદાવાદથી આવ્યા હતા રાજકોટ…

રાજકોટની બે મહિલા તબીબનો કોરોના પોઝિટિવ આવતા શહેરમાં ફફડાટ જોવામાં આવી રહ્યો છે.  ગુજરાતમાં કોરોનાનાં પોઝિટિવ કેસ વધી રહ્યા છે અને લોકો ડરી રહ્યા છે. લોકો તો ઠીક પણ આ વઘી રહેલા કેસને કેમ કાબુમાં લેવા તે ખુદ તંત્ર પણ નથી જાણતું તેવુ પ્રતિતિ થઇ રહ્યું છે અને ત્યારે જ બરોબર રાજકોટમાં બે મહિલા તબિબનાં કોરોના […]

Gujarat Rajkot
084f50f1691cd572a76c5726109f3ef5 રાજકોટનાં બે મહિલા તબિબ કોરોના પોઝિટિવ, અમદાવાદથી આવ્યા હતા રાજકોટ...

રાજકોટની બે મહિલા તબીબનો કોરોના પોઝિટિવ આવતા શહેરમાં ફફડાટ જોવામાં આવી રહ્યો છે.  ગુજરાતમાં કોરોનાનાં પોઝિટિવ કેસ વધી રહ્યા છે અને લોકો ડરી રહ્યા છે. લોકો તો ઠીક પણ આ વઘી રહેલા કેસને કેમ કાબુમાં લેવા તે ખુદ તંત્ર પણ નથી જાણતું તેવુ પ્રતિતિ થઇ રહ્યું છે અને ત્યારે જ બરોબર રાજકોટમાં બે મહિલા તબિબનાં કોરોના પોઝિટિવ આપવતા લોકોમાં આ વાત ચર્ચાનો વિષય બનતો જોવામાં આવી રહ્યો છે. લોકો ભયભીત છે અને ચર્ચા કરી રહ્યા છે કે, આ કાળમુખો ડોક્ટરોને પણ અભળાવી રહ્યો છે, ત્યારે સામાન્ય માણસોનું તો શુ ગજુ કે કાળમુખાથી બચી શકે.

જી હા રાજકોટનાં સિવિલ હોસ્પિટલના બે મહિલા તબીબને કોરોના પોઝિટિવ આવ્યો છે. બનેં મહિલા તબિબો અમદાવાદ ફરજમાંથી પરત આવતા રિપોર્ટ કરાતા બંનેનો કોરોના પોઝિટિવ આવ્યો છે. બે મહિલા ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટ શહેરના કુલ 101 કેસ સામે આવ્યા છે. જો કે, રાજકોટ અને જીલ્લામાં સૌથી વધુ અમદાવાદની ટ્રાવેલ્સ હિસ્ટ્રીવાળા લોકોનાં કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું આંકડા પરથી સ્પષ્ટ થાય છે ત્યારે લોકોનું માનવું છે કે, આ મામલે સરકાર અને તંત્ર કોઇ પગલા ચોક્કસ લે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews