Not Set/ રાજકોટની 22 હોસ્પિટલ પાસેથી મંગાવાઇ કોરોના કેર માટેની પ્રપોઝલ, શું તંત્ર કઇ છુપાવી રહ્યું છે..???

રાજકોટ 22 હોસ્પિટલને ‘કોરોના કેર’ બનાવાશે આ તમામ હોસ્પિટલ પાસેથી પ્રપોઝલ મંગાવાઇ છે. આમ જોવામાં આવે તો કોરોના સામેની લડાઇ માટે આ સારા સમાચાર કહી શકાય અને કોરોનાનાં પેસન્ટને આવી કોરોના કેર હોસ્પિટલોથી ફાયદો પણ થશે તે વાત પણ ચોક્કસ છે, પરંતુ પ્રશ્નએ છે કે, રાજકોટમાં આટલા વધારે કોરોનાનાં કેસ છે ખરા…? કેટલા કેસ છે રાજકોટમાં કોરોના […]

Gujarat Rajkot
cff9543356476a78db06e8f2db25d4a8 રાજકોટની 22 હોસ્પિટલ પાસેથી મંગાવાઇ કોરોના કેર માટેની પ્રપોઝલ, શું તંત્ર કઇ છુપાવી રહ્યું છે..???

રાજકોટ 22 હોસ્પિટલને ‘કોરોના કેર’ બનાવાશે આ તમામ હોસ્પિટલ પાસેથી પ્રપોઝલ મંગાવાઇ છે. આમ જોવામાં આવે તો કોરોના સામેની લડાઇ માટે આ સારા સમાચાર કહી શકાય અને કોરોનાનાં પેસન્ટને આવી કોરોના કેર હોસ્પિટલોથી ફાયદો પણ થશે તે વાત પણ ચોક્કસ છે, પરંતુ પ્રશ્નએ છે કે, રાજકોટમાં આટલા વધારે કોરોનાનાં કેસ છે ખરા…?

કેટલા કેસ છે રાજકોટમાં કોરોના પોઝિટિવનાં ?, જો સરકારી આંકડા પર નજર કરવામાં આવે તો 101 કોરોના પોઝિટિવ કેસ રાજકોટમાં હોલ સુધી નોંધવામાં આવ્યા છે, સરકારનાં કહેવા પ્રમાણે પાછલા દિવસોમાં ડિસચાર્જ રેટ પણ ધણો સારો વધ્યો છે, તો શું 101 કેસ હાલમાં એક્ટિવ કેસ હશે? બીલકુલ નહીં કારણે કે આવુ શક્ય જ નથી. ગુજરાતમાં કોરોનાની સૌથી વધુ અસરો મહાનગરોને થઇ છે તે વિદિત છે અને રાજકોટ એક મહાનગર તરીકે તેમા અપવાદ છે, જ્યારે બાકીના ત્રણ મહાનગરોમાં કોરોનાનો આંકડો હજારોમાં પહોચ્યો છે ત્યારે રાજકોટ હજુ સૌ સુધી પહોચ્યું છે. જો આવુ જ છે, તો પછી સરકાર કેમ એક સાથે 22 હોસ્પિટલો પાસે થી કોરોના કેર હોસ્પિટલ બનાવવા માટેની પ્રપોઝલ માંગાવી રહી છે?

જી હા, રાજકોટ કલેક્ટર રેમ્યા મોહન દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી છે કે,  રાજકોટની 22 હોસ્પિટલને ‘કોરોના કેર’ બનાવાશે. તમામ હોસ્પિટલ પાસેથી પ્રપોઝલ મંગાવાઇ છે અને પ્રપોઝલ બાદ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે. કલેક્ટર દ્વારા વધુ જણાવવામાં આવ્યું હતું કે, કોરોના કેસ વધતા લોકોને સાવચેત રહેવાની જરૂર છે.  બહારગામથી આવતા લોકોને સ્વયં શિસ્તમાં રહેવું જોઇએ.  હાલ અમદાવાદ અવર- જવર ઉપર પ્રતિબંધ નથી. પરંતુ સમયની માંગ પ્રમાણે વર્તવુ જરુરી છે. 

તમામ વાત સાચી કે કોરોનાનો કહેર અવિરત ગુજરાત પર વરસી રહ્યો છે અને લોકોનેે સાવચેત રહેવાની ખુબ જરૂર છે કારણ કે કોરોના પ્રસરવાનો એક પણ મોકો છોડતો નથી. પરંતુ એક સાથે અટલા બધી હોસ્પિટલો પાસેથી કોરોના કેર માટેની પ્રપોઝલો શું કામે ?? શું રાજકોટમાં એટલા બઘા કેસ સામે આવી ગયા છે ? શું એવો અણસાર છે કે, રાજકોટમાં કોરોના વિસ્ફોટ થવાનો છે ?? શુ સરકાર કઇ છુપાવી રહી છે??

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews