Rajkot/ નોકરીના બહાને લૂંટ ચલાવતી ટોળકીના 3 સાગરીતોની ધરપકડ, પિસ્તોલ અને બાઈક સહીત મુદ્દામાલ મળી આવ્યો…

રાજકોટ ખાતેથી એક એવી ગેંગે મળીઆવી છે. જે સોશિયલ મીડિયામાં લોભામણી નોકરી અંગેની જાહેરાત આપે છે અને અને પછી નોકરી વાંચ્છું ઉમેદવારો સાથે અવાવરું જગ્યાએ લઇ જઈ લુટ ચલાવે છે.

Top Stories Gujarat Rajkot
facebook નોકરીના બહાને લૂંટ ચલાવતી ટોળકીના 3 સાગરીતોની ધરપકડ, પિસ્તોલ અને બાઈક સહીત મુદ્દામાલ મળી આવ્યો...
  • નોકરીના બહાને લૂંટ ચલાવતી ટોળકીનો પર્દાફાશ
  • લૂંટ કરતા 3 આરોપીની ધરપકડ
  • રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પોલીસે આરોપી પાસેથી 3 લાઇટર પિસ્તોલ ઝડપ્યા
  • 3 બાઈક, રોકડનો મુદ્દામાલ જપ્ત કર્યો

શું તમે સોશિયલ મીડિયા મારફતે નોકરી શોધી રહ્યા છો તો આજે જ ચેતી જજો. રાજકોટ ખાતેથી એક એવી ગેંગે મળીઆવી છે. જે સોશિયલ મીડિયામાં લોભામણી નોકરી અંગેની જાહેરાત આપે છે અને અને પછી નોકરી વાંચ્છું ઉમેદવારો સાથે અવાવરું જગ્યાએ લઇ જઈ લુટ ચલાવે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આ રીતે લુંટની ઘટના ને અંજામ આપતા ૩ આરોપીઓ ઝડપી પડ્યા છે. માધવ ઉર્ફે સતીષ જળું , ભૌતિક ચાવડા અને વિશાલ ચાવડા આ ત્રણે રાજકોટ શહેરમાં ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ બજાવી રહ્યા છે. આરોપીઓ પાસેથી 3 લાઇટર પિસ્તોલ , 3 મોટરસાઇકલ , મોબાઇલ ફોન રોકડ સહિત મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ ફેસબુક મારફત નોકરી વંચિત યુવકોનો સંપર્ક કરતા હતા. બાદમાં રાજકોટ બોલાવીને તેમને અવાવરું જગ્યા પર લઇ જઇ તેમને લાકડી પાઇપ વડે માર મારી, લાઇટર પિસ્તોલ બતાવી ધમકી આપી રોકડ રકમ સહિતની લૂંટ ચલાવતા હતા.