Anand/ પેટલાદ “હની ટ્રેપ” આવી સામે, તબીબને ફસાવી લાખો ખંખેર્યા

આણંદનાં પેટલાદમાંથી હની ટ્રેપનો કિસ્સો સામે આવતા નાના એવા ટાઉનમાં ભારે ચર્ચાનો વિષય બની ગયો છે. જી હા, આણંદનાં પેટલાદમાં તબીબને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા બાદ લાખો રુપિયા ખંખેરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, દર્દીને જોવા ઘરે બોલાવી ડોક્ટરને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ કામમાં પુરી ગેંગ સામેલ હોવાનું અને મંડળી […]

Top Stories Gujarat Others
honey trap પેટલાદ "હની ટ્રેપ" આવી સામે, તબીબને ફસાવી લાખો ખંખેર્યા

આણંદનાં પેટલાદમાંથી હની ટ્રેપનો કિસ્સો સામે આવતા નાના એવા ટાઉનમાં ભારે ચર્ચાનો વિષય બની ગયો છે. જી હા, આણંદનાં પેટલાદમાં તબીબને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા બાદ લાખો રુપિયા ખંખેરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

વાત જાણે એમ છે કે, દર્દીને જોવા ઘરે બોલાવી ડોક્ટરને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ કામમાં પુરી ગેંગ સામેલ હોવાનું અને મંડળી રચી આવા કાંડને અંજામ દેતી હોવનું પણ પ્રકાશમાં આવી રહ્યું છે.

માંદગીનાં બહાને ડોક્ટરને દર્દીને જોવા ઘરે બોલાવી અને 3 પુરુષોએ પોલીસના સ્વાંગમાં ડોક્ટરને ધમકાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ તો ઠીક છે પણ સાથે સાથે નકલી પોલીસ દ્વારા ડોક્ટર પાસે 1.25 લાખની રકમ વસુલ્યા બાદ વધુ રકમની માંગણી પણ કરાઇ.

અંતે ડોકટરે પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ કરી અને તરકટ ઉઘાડું પડ્યું. મામલામાં પોલીસે 2 મહિલા અને 3 પુરુષની પુરી ગેંગની અટકાયત કરી છે..

આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો અહેવાલ જોવા માટે આહીં Click કરો 👇 👇👇….