Cricket/ ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવીને રચ્યો ઈતિહાસ

પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 2 વિકેટના નુકસાને 277 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 3 વિકેટના નુકસાને 157 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ખૂબ જ સારું પ્રદર્શન…

Top Stories Sports
India Defeat Bangladesh

India Defeat Bangladesh: ભારતીય ટીમે બાંગ્લાદેશને હરાવીને ક્રિકેટના T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે આ મેચ 120 રને જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ ત્રીજી વખત વર્લ્ડ કપ ટ્રોફી પર કબજો કર્યો છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ વર્ષ 2012 અને વર્ષ 2017માં ટાઈટલ જીત્યું હતું.

પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 2 વિકેટના નુકસાને 277 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 3 વિકેટના નુકસાને 157 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું. ભારતીય ટીમ માટે સુનીલ રમેશ અને અજય કુમાર રેડ્ડીએ તોફાની સદી ફટકારી હતી. તેના કારણે જ ટીમ ઈન્ડિયા મોટા સ્કોર સુધી પહોંચી શકી હતી. સુનીલ રમેશે 136 રન અને અજય કુમારે 50 બોલમાં 100 રન બનાવ્યા હતા. સુનીલ રમેશને તેની શાનદાર ઇનિંગ્સ માટે ‘મેન ઓફ ધ મેચ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

278 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ ભારતીય બોલરો સામે ટકી શકી ન હતી અને 20માં 3 વિકેટ ગુમાવીને 157 રન જ બનાવી શકી હતી અને 120 રનથી મેચ હારી ગઈ હતી. બાંગ્લાદેશના ઓપનર સલમાને ચોક્કસપણે 77 રનની ઇનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો ન હતો. ભારત તરફથી અજય કુમાર રેડ્ડી અને લલિત મીનાને 1-1 વિકેટ મળી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ત્રીજી વખત બ્લાઈન્ડ T20 વર્લ્ડ કપ પર કબજો કર્યો છે. ફાઈનલ મેચમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર રમત બતાવી હતી. આ પહેલા ટીમ ઈન્ડિયા વર્ષ 2012 અને 2017માં શાનદાર પ્રદર્શન કરીને ખિતાબ જીતી ચૂકી છે.

આ પણ વાંચો: OMG!/બે રાજ્યોમાં વહેંચાયેલું છે આ પરિવારનું ઘર, તેલંગાણામાં રસોડું, સૂવા માટે જવું પડે છે મહારાષ્ટ્ર