Cricket/ ક્રિકેટના મેદાન પર સચિન ફરીથી ફટકારશે ચોગ્ગા અને છગ્ગા, ભારતીય ટીમની કરશે કેપ્ટનશીપ

દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર 10 સપ્ટેમ્બર 2022 થી 1 ઓક્ટોબર 2022 સુધી રમાનારી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની બીજી સિઝનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇન્ડિયન લિજેન્ડ્સનું નેતૃત્વ કરશે. રોડ…

Top Stories Sports
Sachin Tendulkar News

Sachin Tendulkar News: સચિન તેંડુલકરના ફેન્સ માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે. ક્રિકેટના મેદાન પર ફરી એકવાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ચોગ્ગા અને છગ્ગા ફટકારતા જોવા મળશે. તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકરને ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે. સચિન તેંડુલકરે તેમની કારકિર્દી દરમિયાન વનડેમાં 18,426 રન અને ટેસ્ટમાં 15,921 રન બનાવ્યા છે. સચિનના નામે તમામ ફોર્મેટમાં 100 આંતરરાષ્ટ્રીય સદી છે. ODI ક્રિકેટમાં પ્રથમ બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પણ સચિન તેંડુલકરના નામે છે. 24 ફેબ્રુઆરી 2010ના રોજ સચિને વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. વર્ષ 2013માં સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકર ફરી એકવાર ફેન્સ માટે ક્રિકેટના મેદાન પર ઉતરવા જઈ રહ્યા છે.

ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે

દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર 10 સપ્ટેમ્બર 2022 થી 1 ઓક્ટોબર 2022 સુધી રમાનારી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની બીજી સિઝનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇન્ડિયન લિજેન્ડ્સનું નેતૃત્વ કરશે. રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની મેચો કાનપુર, રાયપુર, ઈન્દોર અને દેહરાદૂનમાં રમાશે. રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની પ્રથમ મેચ કાનપુરમાં યોજાશે અને રાયપુર બે સેમિફાઇનલ અને ફાઇનલની યજમાની કરશે.

આ દેશોને ટૂર્નામેન્ટમાં સામેલ કરાશે 

ન્યુઝીલેન્ડ લિજેન્ડ્સ આ સિઝનમાં નવી ટીમ છે અને તેઓ ભારત, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ સામે 22-દિવસીય ઈવેન્ટ દરમિયાન રમે છે જે મુખ્યત્વે દેશમાં અને સમગ્ર વિશ્વમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા માટે રમાય છે.

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની આગામી સિઝન કલર્સ સિનેપ્લેક્સ, કલર્સ સિનેપ્લેક્સ સુપરહિટ અને નવા લોન્ચ કરાયેલ સ્પોર્ટ્સ 18 ખેલ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે, જ્યારે તે Voot અને Jio પર ડિજિટલી સ્ટ્રીમિંગ થશે.

આ પણ વાંચો: Gujarat Visit/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવશે, અમદાવાદ સાયન્સ સિટી ખાતે છે કાર્યક્રમ

આ પણ વાંચો: Rain forecast/ ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

આ પણ વાંચો: Surat/ તબેલાઓ પર બુલડોઝર ફેરવી દેવાતા માલધારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં, મોટા સંમેલનનું આયોજન