Not Set/ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને પણ ના છોડ્યા,2 મિલિયન ડોલર ભરવા કર્યો આદેશ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અદાલતે 2 મિલિયન અમેરિકન ડોલરનો દંડ ફટકાર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેના ચેરિટી ફાઉન્ડેશનના નાણાં વર્ષ 2016 ની સંસદીય ચૂંટણી અભિયાનમાં ખર્ચ કર્યા હતા. ન્યુયોર્કના એટોર્ની જનરલ લેટિટિયા જેમ્સે ગુરુવારે કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2016 ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચૂંટણી પ્રચારમાં ચેરિટી સંસ્થાઓના નાણાં અયોગ્ય રીતે ખર્ચ્યા હતા. આ માટે તેઓએ […]

Top Stories World
mahiap કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને પણ ના છોડ્યા,2 મિલિયન ડોલર ભરવા કર્યો આદેશ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અદાલતે 2 મિલિયન અમેરિકન ડોલરનો દંડ ફટકાર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેના ચેરિટી ફાઉન્ડેશનના નાણાં વર્ષ 2016 ની સંસદીય ચૂંટણી અભિયાનમાં ખર્ચ કર્યા હતા.

ન્યુયોર્કના એટોર્ની જનરલ લેટિટિયા જેમ્સે ગુરુવારે કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2016 ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચૂંટણી પ્રચારમાં ચેરિટી સંસ્થાઓના નાણાં અયોગ્ય રીતે ખર્ચ્યા હતા. આ માટે તેઓએ 20 મિલિયન ડોલરનો દંડ ફટકાર્યો છે.

શું છે સમગ્ર મામલો

જૂન 2018 માં ટ્રમ્પ ફાઉન્ડેશને આક્ષેપ કર્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પે 2016 ના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેના નાણાં વ્યક્તિગત, વ્યવસાયિક અને રાજકીય હિતો માટે લગાવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે કેસની સુનાવણી દરમિયાન આ આરોપ સ્વીકાર્યો હતો.

બંધ કરવામાં આવ્યું ટ્રમ્પ ફાઉન્ડેશન

સુનાવણી દરમિયાન જજ સેલિયન સ્ક્રાપુલાએ આદેશ આપ્યો હતો કે ટ્રમ્પ ફાઉન્ડેશનને બંધ કરવામાં આવે અને આ ફાઉન્ડેશનના બાકીના ભંડોળ (લગભગ 17 લાખ ડોલર) અન્ય બિન-લાભકારી સંસ્થાઓને વહેંચવામાં આવે.

2.8 મિલિયન ડોલરનો દંડ ભરવાની માંગ

એટોર્ની જનરલ જેમ્સ દ્વારા દાખલ કરેલા કેસમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર 2.8 મિલિયન દંડની માંગ કરવામાં આવી હતી, પરંતુ જજ સ્ક્રાપુલાને 2 મિલિયન ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ફાઉન્ડેશનના વકીલે અગાઉ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પરના સુનાવણી રાજકીય પ્રેરિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.