Not Set/ ICC World Cup : બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને ઈગ્લેન્ડનો આજે થશે મુકાબલો, કોનુ રહેશે પલડુ ભારે જાણો

વર્તમાન ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા આજે આઈસીસી વિશ્વકપ-2019નાં બીજી સેમીફાઇનલમાં યજમાન ઈંગ્લેન્ડ સામે એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભીંડાશે. ઓસ્ટ્રેલિયા ટીમે વર્ષ 1975, 1987, 1996, 1999, 2003, 2007 અને 2015 માં ફાઇનલમાં પહોંચી ચુકી છે, જેમાં તેઓ 1975 અને 1996 માં રનર્સ-અપ રહી હતી. બાકી દરેક વખતે તેણે વિશ્વકપને કબજે કર્યું છે. બીજી બાજુ, ઈગ્લેન્ડ ટીમ આ […]

Top Stories Sports
AUSTRALIA vs ENGLAND team ICC World Cup : બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને ઈગ્લેન્ડનો આજે થશે મુકાબલો, કોનુ રહેશે પલડુ ભારે જાણો

વર્તમાન ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા આજે આઈસીસી વિશ્વકપ-2019નાં બીજી સેમીફાઇનલમાં યજમાન ઈંગ્લેન્ડ સામે એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભીંડાશે. ઓસ્ટ્રેલિયા ટીમે વર્ષ 1975, 1987, 1996, 1999, 2003, 2007 અને 2015 માં ફાઇનલમાં પહોંચી ચુકી છે, જેમાં તેઓ 1975 અને 1996 માં રનર્સ-અપ રહી હતી. બાકી દરેક વખતે તેણે વિશ્વકપને કબજે કર્યું છે. બીજી બાજુ, ઈગ્લેન્ડ ટીમ આ પહેલા 1979, 1987 અને 1992 માં ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ત્રણ વાર તેને રનર્સ-અપ બનીને જ સંતોષ કરવો પડ્યો હતો.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

આઈસીસી વિશ્વકપ 2019માં ઓસ્ટ્રેલિયન ટીમ નવ મેચમાંથી સાત મેચ જીતી હતી અને બે મેચમાં તેને હારનો સ્વાદ ચાંખવો પડ્યો હતો. તે પોઇન્ટ ટેબલ પર 14 પોઈન્ટ સાથે બીજા સ્થાને હતી. વળી, ઈગ્લેંડની ટીમ નવ મેચોમાં 6 જીત સાથે 12 પોઈન્ટની સાથે ત્રીજા નંબર પર હતી. વર્તમાન ચેમ્પિયન ઑસ્ટ્રેલિયા સેમીફાઇનલમાં પહોંચનાર પ્રથમ ટીમ બની હતી, જ્યારે ઈગ્લેન્ડે ભારત અને ન્યુઝીલેન્ડને હરાવી સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યુ હતુ. ઓસ્ટ્રેલિયાની ટીમ દક્ષિણ આફ્રિકા સાથે છેલ્લો લીગ મેચનો મુકાબલો 10 રનથી ગુમાવી ચુકી હતી.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

વિશ્વકપ શરૂ થયા પહેલા તેવુ કહેવામાં આવતુ હતુ કે યજમાન ટીમ ઈગ્લેન્ડ અને ભારત આ ટાઈટલનાં પ્રબળ દાવેદાર છે. પરંતુ ઓસ્ટ્રેલિયાએ શાનદાર પ્રદર્શન કરતા પોતાની સંભાવનાઓ પણ જગાવી દીધી છે. ઈગ્લેન્ડને લીગ ચરણમાં ઓસ્ટ્રેલિયાનાં હાથે 64 રને હાર મળી હતી. ઓસ્ટ્રેલિયાનાં પ્લેઇંગ ઈલેવનમાં દક્ષિણ આફ્રિકા સામે હાર બાદ કેટલાક ફેરફારો જોવા મળી શકે તેવી પૂરી સંભાવનાઓ છે. બીજી સેમીફાઈનલમાં પીટર હેન્ડ્સકોમ્બને ઈજાગ્રસ્ત રહેલા શોનમાર્શનાં સ્થાને ટીમમાં સમાવેશ કરવામાં આવી શકે છે.

ઓસ્ટ્રેલિયા: એરોન ફિન્ચ (સુકાની), જેસન બેહરનડોર્ફ, એલેક્સ કૈરી (વિકેટકીપર), નેથન કોલ્ટર-નાઈલ, પૈટ કમિન્સ, મેથ્યુ વેડ, નેથન લોયન, પીટર હેડ્સકોમ્બ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, ડેવિડ વોર્નર, એડમ જામ્પા.

ઈંગ્લેન્ડ: ઈયોન મોર્ગન (કેપ્ટન), મોઈન અલી, જોફ્રા આર્ચર, જ્હોની બેયરસ્ટો (વિકેટકીપર), જોસ બટલર, ટોમ કુરેન, લિયામ ડોસન, લિયામ પ્લંકટ, આદિલ રાશીદ, જો રૂટ, બેન સ્ટોક્સ, જેમ્સ વિન્સ, ક્રિસ વોક્સ, માર્ક વુડ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન