તથ્ય પટેલ/ નવનો ભોગ લેનારા ઇસ્કોન બ્રિજ કેસના આરોપી તથ્ય પટેલના બીજા અનેક ‘તથ્યો’ બહાર આવ્યા

તથ્ય પટેલ હવે એક એવું નામ બની ગયો છે જેની સાથે હાલમાં અનેક તથ્યો જોડાયા છે. નવના ભોગ લેનારા ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જેલમાં બંધ તથ્ય પટેલનો કેડો મુસીબતો મૂકતી નથી. તેની સામે હવે બે જૂના કાર વીમાના કેસ પોલીસે ખોલ્યા છે.

Top Stories Ahmedabad Gujarat
મૃત્યુદરમાં થશે ઘટાડો 15 1 નવનો ભોગ લેનારા ઇસ્કોન બ્રિજ કેસના આરોપી તથ્ય પટેલના બીજા અનેક ‘તથ્યો’ બહાર આવ્યા

અમદાવાદઃ તથ્ય પટેલ હવે એક એવું નામ બની ગયો છે જેની સાથે હાલમાં અનેક તથ્યો જોડાયા છે. નવના ભોગ લેનારા ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જેલમાં બંધ તથ્ય પટેલનો કેડો મુસીબતો મૂકતી નથી. તેની સામે હવે બે જૂના કાર વીમાના કેસ પોલીસે ખોલ્યા છે.  આ બંને કેસમાં તથ્ય પટેલે નકલી દસ્તાવેજોના આધારે વીમાની રકમ મેળવી હતી. આના પગલે તથ્ય પટેલ સામે વધુ બે એફઆઇઆર દાખલ કરવામાં આવે તેવી સંભાવના છે.

20મી જુલાઈના રોજ ઇસ્કોન બ્રિજના અકસ્માતની ઘટના પહેલા તથ્ય પટેલે કરેલા બે અકસ્માતો અંગે એન ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં નવા ખુલાસા સામે આવ્યા છે. પોલીસ તથ્ય પટેલ અને તેના કાકા સંજય ઉર્ફે મોન્ટુ પટેલ સામે ઇસ્કોન બ્રિજ અકસ્માત પૂર્વેના બે અકસ્માતમાં બનાવટી દસ્તાવેજોના આધારે અકસ્માત વીમો મેળવ્યો તેમા બે નવી એફઆઇઆર દાખલ કરી શકે છે.

તથ્યએ અમદાવાદમાં સાંતેજમાં તેની જગુઆર કારના અકસ્માતના કિસ્સામાં અકસ્માત સ્થળની ખોટી વિગતો આપીને ટાટા એઆઇજી વીમા કંપની પાસેથી આશરે 14 લાખ રૂપિયાની રકમ લીધી હતી. તેના પછી સિંધુ ભવન ખાતે એક કાફેની દીવાલ સાથે પણ તેની થાર કારને અથડાવી હતી તે કિસ્સામાં પણ વીમા કંપની સમક્ષ ખોટી રજૂઆત કરવામાં આવી હતી. વીમા કંપની પાસેના દસ્તાવેજો મુજબ સંજય પટેલ થાર ચલાવતો હતો, પરંતુ એફઆઇઆર તથ્ય પટેલ જ પોતે થાર ચલાવતો હતો.

ગુજરાત હાઇકોર્ટમાં સરકારી વકીલની કચેરીએ પણ તપાસ અધિકારી પાસેથી બે અકસ્માતોમાં અકસ્માત વીમો મેળવવા માટે રજૂ કરાયેલા ખોટા દસ્તાવેજો રજૂ કરાયા તેની વિગત માંગી છે. ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી રદ કરતી વખતે પણ આ વિગતો રજૂ કરવામાં આવી હતી.

આ કેસની વિગતો મુજબ પહેલી જાન્યુઆરીના રોજ વહેલી સવારે સાંતેજ ખાતે મંદિરના થાંભલા સાથે જગુઆર કાર અથડાવવા બદલ તથ્ય પટેલ સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી. તથ્યે વીમા કંપની પાસેથી રિપેરિંગ ખર્ચની ભરપાઈ કરવાનો દાવો કર્યો હતો અને જણાવ્યું હતું કે રસ્તાની વચ્ચે આવેલા પ્રાણીને બચાવવા જતાં તેની કાર શીલજ ખાતે એક થાંભલા સાથે અથડાઈ હતી. જ્યારે વાસ્તવમાં આ દુર્ઘટના શીલજથી દૂર સાંતેજખાતે મંદિર પાસે બની હતી.

બીજી બાજુએ થારને કાફેની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાવવાના કિસ્સામાં બેફામ ડ્રાઇવિંગ કરવા બદલ એફઆઇઆર નોંધવામાં આવી હતી. જો કે પોલીસે વીમાના દસ્તાવેજો મેળવ્યા હતા અને તેમા કહેવામાં આવ્યું હતું કે સંજય પટેલે બંગલાની દીવાલ સાથે કાર અથડાવતા નુકસાન થયું હતું. જ્યારે કાર વાસ્તવમાં તથ્ય ચલાવતો હતો. આ કેસમાં વીમા કંપની સમક્ષ ખોટું જાહેરનામુ કરવામાં આવ્યું હતું. આથી તથ્ય સામે ખોટું ડેકલેરેશન અને બનાવટી દસ્તાવેજોની બે ફરિયાદ દાખલ થઈ શકે છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ