Pawar Vs Pawar/ પવારનો વળતો પ્રહારઃ બળવાખોર અજિત પવાર સહિત 9 નેતાઓને NCPએ કર્યા સસ્પેન્ડ

મહારાષ્ટ્રમાં રાજકીય ઉઠાપઠક ચાલુ છે. અજિત પવાર એનડીએમાં નવ ધારાસભ્યો સાથે ભળી ગયા પછી શરદ પવારે વળતો પ્રહાર કર્યો છે. પવારના નેજા હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી કરીને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.

Top Stories India
Ajit pawar Sharadpawar પવારનો વળતો પ્રહારઃ બળવાખોર અજિત પવાર સહિત 9 નેતાઓને NCPએ કર્યા સસ્પેન્ડ

મહારાષ્ટ્રમાં રાજકીય ઉઠાપઠક ચાલુ છે. અજિત પવાર Pawar Vs Pawar એનડીએમાં નવ ધારાસભ્યો સાથે ભળી ગયા પછી શરદ પવારે વળતો પ્રહાર કર્યો છે. પવારના નેજા હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી કરીને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. આ ધારાસભ્યોને કાઢી મૂકતા NCPના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલે કહ્યું કે પક્ષના પ્રતીકોનો ઉપયોગ કરવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

 

https://twitter.com/mantavyanews/status/1675836943278690304?s=20

 

જયંત પાટિલના નિર્ણયને શરદ પવારે આપ્યું સમર્થન
જયંત પાટીલના આ નિર્ણયને એનસીપી ચીફ શરદ પવારનું સમર્થન મળ્યું છે. Pawar Vs Pawar શરદ પવારે કહ્યું કે અમે તેમના નિર્ણયનું સમર્થન કરીશું. અમે નવું સંગઠન બનાવીશું. તેમણે કહ્યું કે કોણ ગયું અને કોના માટે ગયું તેની અમને ચિંતા નથી કારણ કે હવે બે-ત્રણ વાર એવું બન્યું છે. રાજ્યમાં અમારું સંગઠન મજબૂત છે.”

“અજિત પવારના શબ્દોનું હવે કોઈ મહત્વ નથી”
શરદ પવારે કહ્યું, “એકવાર હું વિદેશ ગયો હતો ત્યારે Pawar Vs Pawar ઘણા લોકોએ પાર્ટી છોડી દીધી હતી, મને ચિંતા નહોતી. અજિત પવારનો નિર્ણય તેમનો અંગત નિર્ણય છે. તેમની વાતનું હવે કોઈ મહત્વ નથી. લોકોનો ટેકો અમારી સાથે છે. જો લોકોનો પ્રેમ મળતો રહેશે તો અમે આખું ચિત્ર બદલી નાખીશું. NCP પણ અમારી સાથે છે.”

અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
ખરેખર તો રવિવારે (2 જુલાઈ) મહારાષ્ટ્રના રાજકારણમાં Pawar Vs Pawar મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. રાજકીય નેતા અજિત પવારે NCP સામે બળવો કર્યો અને મહારાષ્ટ્રમાં ભાજપ-શિંદે ગઠબંધન સરકાર સાથે હાથ મિલાવ્યા છે. તેમણે ગત રોજ નાયબ મુખ્યમંત્રી પદના શપથ પણ લઈ લીધા હતા. તેમની સાથે અન્ય આઠ ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.

 

આ પણ વાંચોઃ CM Yogi-Sister/ પીએમ મોદી હતા ‘ચાયવાલા’ યુપીના સીએમ યોગીના બહેન આજે પણ છે ‘ચાયવાલી’

આ પણ વાંચોઃ ભાવ વધારો/  ટામેટાં પછી મરચાંના ભાવ પણ વધશે? વરસાદ બની શકે છે વિલન !

આ પણ વાંચોઃ GIFT NIFTY/ SGX NIFTY આજથી બન્યો GIFT NIFTY: ભારત માટે ઇતિહાસ રચાયો

આ પણ વાંચોઃ માવતરને લજ્વ્યું/ પ્રેમીને મેળવવા માટે મહિલાએ અઢી વર્ષના પુત્રની હત્યા કરી, દ્રશ્યમ ફિલ્મ જોઈ લાશને ઠેકાણે કરી 

આ પણ વાંચોઃ ગુજરાતનું રાજકારણ/ ગુજરાતમાં હિન્દુત્વના એજન્ડા પર પરત ફરશે કોંગ્રેસ, ગોહિલની ચોટીલા મુલાકાતમાં છુપાયો છે મોટો સંદેશ