Not Set/ વઢવાણને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ, ધારાસભ્ય ધનજી પટેલ સીએમને કરશે રજૂઆત

વઢવાણ, પૂરતા વરસાદના અભાવે ખેડૂતોને પારાવાર મુશકેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ધાસચારાની તંગી સર્જાઇ છે.જેને લઇને રાજ્યમાં અમુક જીલ્લાના વિસ્તારોને અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરવાની માંગ ઉઠી છે. માંગને લઇને રાજ્ય સરકારે અમુક વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરાયા છે. સુરેન્દ્રનગર જીલ્લાના સાત તાલુકાને રાજ્ય સરકાર દ્વારા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. અછતગ્રસ્ત તાલુકામાં વઢવાણનો સમાવેશ ન […]

Top Stories Gujarat Others Trending
mantavya 460 વઢવાણને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ, ધારાસભ્ય ધનજી પટેલ સીએમને કરશે રજૂઆત

વઢવાણ,

પૂરતા વરસાદના અભાવે ખેડૂતોને પારાવાર મુશકેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ધાસચારાની તંગી સર્જાઇ છે.જેને લઇને રાજ્યમાં અમુક જીલ્લાના વિસ્તારોને અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરવાની માંગ ઉઠી છે.

માંગને લઇને રાજ્ય સરકારે અમુક વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરાયા છે. સુરેન્દ્રનગર જીલ્લાના સાત તાલુકાને રાજ્ય સરકાર દ્વારા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.

અછતગ્રસ્ત તાલુકામાં વઢવાણનો સમાવેશ ન કરવામાં આવતા ઘારાસભ્ય ધનજી પટેલ સહીતના લોકોએ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી.

વઢવાણને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી હતી. ધારાસભ્ય ધનજી પટેલે જણાવ્યુ હતુ કે વઢવાણને અછતગ્રસ્ત જાહેર કરવા સીએમ રૂપાણીને પણ રજૂઆત કરશે. દિવાળી પહેલા વિવિધ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવશે.