Not Set/ સંભવિત વાવાઝોડા તૌકતેની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ : વિજયભાઇ રૂપાણી

રાજ્યસરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કંન્ટ્રોલ રૂમમાંથી ભારતીય હવામાન વિભાગ, હવામાન શાસ્ત્રીઓ સાથે સતત સંપર્કમાં રહીને ગુજરાતમાં આ સંભવિત વાવાઝોડાની મુવમેન્ટ પર નજર રાખીને યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

Top Stories Gujarat Others
tukait 15 સંભવિત વાવાઝોડા તૌકતેની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ : વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા તૌકતેની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા માટે આજે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. રાજ્યના દરિયા કિનારાના જિલ્લાઓમાં આ સંભવિત વાવાઝોડાની આફતનો ખતરો તોળાઇ રહ્યો છે ત્યારે સમગ્ર વહીવટીતંત્રને યુદ્ધના ધોરણે સજ્જ થઈ આ આવનારી આફતને પહોંચી વળવા આગોતરૂ આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતું તેમજ સંબંધિત જિલ્લાઓએ કરેલી વ્યવસ્થાઓની તલસ્પર્શી માહિતી મેળવી હતી.

મુખ્યમંત્રીએ આ બેઠકની વિગતો આપતાં જણાવ્યું કે, રાજ્યસરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કંન્ટ્રોલ રૂમમાંથી ભારતીય હવામાન વિભાગ, હવામાન શાસ્ત્રીઓ સાથે સતત સંપર્કમાં રહીને ગુજરાતમાં આ સંભવિત વાવાઝોડાની મુવમેન્ટ પર નજર રાખીને યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

વિજયભાઈ રૂપાણીના જણાવ્યા અનુસાર … 

▪NDRFની ૨૪ ટીમ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તૈનાત
▪ઝીરો’ કેઝ્યુઆલીટીના કોન્સેપ્ટ સાથે વાવાઝોડાના પરિણામે કોઇપણ મૃત્યુ ન થાય તે જોવા જિલ્લા તંત્રને સૂચના અપાઇ છે
▪રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપી તે જિલ્લાઓમાં તાત્કાલિક પહોંચી જઈ જિલ્લા વહીવટી તંત્રનું માર્ગદર્શન કરી મદદરૂપ થવાનું આયોજન કર્યું છે
▪રાજ્યની તમામ હોસ્પિટલોમાં ડી.જી. સેટની વ્યવસ્થાઓ કરીને કોવિડ હોસ્પિટલો સહિત હોસ્પિટલોમાં વીજ પુરવઠો ખોરવાય નહી તે સુનિશ્વિત કરવા સુચનાઓ આપી છે
▪એડવાન્સ લાઇફ સપોર્ટ સાથેની એમ્બ્યુલન્સ અને ICU એમ્બ્યુલન્સ રાજ્યની અલગ અલગ જગ્યાએથી શિફ્ટ કરીને જામનગર, જૂનાગઢ, રાજકોટ અને કચ્છમાં સ્ટેન્ડબાય રહેશે
▪દરિયા કાંઠાના જિલ્લાઓની કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજન સપોર્ટ અને ICUના દર્દીઓ સુરક્ષીત રહે અને જરૂર જણાય નજીકના જિલ્લાની હોસ્પિટલમાં શિફ્ટ કરવાની વ્યવસ્થાઓ કરાશે
▪અગરિયાઓ અને સાગરખેડુઓને દરિયામાંથી લેન્ડ પર લઈ લેવા જિલ્લા તંત્રોને સૂચના
▪એડવાન્સ લાઇફ સર્પોટ સિસ્ટમ સાથેની એમ્બ્યુલન્સ અને ICU એમ્બ્યુલન્સ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી શિફ્ટ કરીને જામનગર, રાજકોટ, કચ્છ અને જૂનાગઢમાં સ્ટેન્ડબાય રાખવામાં આવશે
▪કોવિડ-૧૯ની સ્થિતિમાં દર્દીઓની સારવાર વ્યવસ્થાઓ જળવાઇ રહે સારવારમાં કોઇ રૂકાવટ ન થાય સાથોસાથ આ સંભવિત વાવાઝોડાનો પણ મક્કમતાપૂર્વક સામનો થાય તે રીતે સમગ્ર વહીવટીતંત્ર તૈયાર છે.

વધુમાં  CM  રૂપાણીએ કહ્યું કે, કચ્છ, દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ અને જામનગર જિલ્લાના વિસ્તારોમાં આ સંભવિત વાવાઝોડાની અસર થશે તેને ધ્યાનમાં રાખીને અત્યારથી જ સમગ્ર વહીવટીતંત્ર સાબદુ થઈ ગયુ છે અને તેમણે પોતે આ જિલ્લાના કલેક્ટરો સાથે ટેલિફોનિક વાત કરીને તેમના જિલ્લાની પરિસ્થિતિ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા આગોતરા આયોજનની વિગતો મેળવી છે.

“કોવિડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઈને રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓ જ્યાં આ વાવાઝોડાની અસર થઈ શકે છે તે જિલ્લાઓમાં સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ કરવાની સૂચનાઓ આપી છે. એટલું જ નહી ગમે તે સંજોગોમાં ઓક્સિજનનો પુરવઠો અને બીજી જરૂરી સારવાર વ્યવસ્થાઓ સતત જળવાઇ રહે તે માટે આ જિલ્લાના કલેક્ટરોને તાકીદ કરી છે” તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.