Not Set/ West Indies ટૂર માટે BCCI એ ટીમ ઈંન્ડિયાનાં ખેલાડીઓનાં નામનું કર્યુ એલાન, જુઓ કોને મળી તક

વેસ્ટઈંન્ડિઝ ટૂર માટે આજે BCCI એ ટીમ ઈંન્ડિયાનાં ખેલાડીઓની પસંદગી કરી દીધી છે. વિંડીઝ ટૂર માટે ભારતીય ટીમની પસંદગી 19 જુલાઈનાં રોજ થવાની હતી પરંતુ COA અને BCCI વચ્ચે નિયમોને લઇને અસ્પષ્ટતાનાં કારણે તેને બે દિવસ માટે ટાળી દેવામાં આવ્યો હતો. જો કે આજે વિન્ડીઝ ટૂર માટે ખેલાડીઓની પસંદગી કરી દેવામાં આવી છે. આપને જણાવી […]

Top Stories Sports
team india training session d2badd6a ab0c 11e9 bdb2 acd0277ecbef West Indies ટૂર માટે BCCI એ ટીમ ઈંન્ડિયાનાં ખેલાડીઓનાં નામનું કર્યુ એલાન, જુઓ કોને મળી તક

વેસ્ટઈંન્ડિઝ ટૂર માટે આજે BCCI એ ટીમ ઈંન્ડિયાનાં ખેલાડીઓની પસંદગી કરી દીધી છે. વિંડીઝ ટૂર માટે ભારતીય ટીમની પસંદગી 19 જુલાઈનાં રોજ થવાની હતી પરંતુ COA અને BCCI વચ્ચે નિયમોને લઇને અસ્પષ્ટતાનાં કારણે તેને બે દિવસ માટે ટાળી દેવામાં આવ્યો હતો. જો કે આજે વિન્ડીઝ ટૂર માટે ખેલાડીઓની પસંદગી કરી દેવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે, એમ.એસ.કે પ્રસાદની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની સીનિયર પસંદગી સમિતિ મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં બેસી પ્રેસ કોન્ફેરેન્સ કરતા ટીમનું એલાન કર્યુ હતુ. આ ટીમમાં ધોનીને સ્થાન આપવામાં આવ્યુ નથી, જો કે આ વિશે ખુદ ધોની કહી ચુક્યો છે કે તે 2 મહિના સેનાની સાથે પરિક્ષણમાં ગુજારશે.

BCCI એ વેસ્ટઈંન્ડિઝ ટૂર પર થનારી 3 ટી-20 મેચો માટે ખેલાડીઓની કરી પસંદગી

આ રહ્યા તે ખેલાડીઓ જે વેસ્ટઈંન્ડિઝ ટૂર પર રમશે ટી-20 મેચ.

વિરાટ કોહલી(કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા(વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, ઋષભ પંત, ક્રુણાલ પાંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, દીપક ચહર, નવદીપ સૈની.

વેસ્ટઈંન્ડિઝ ટૂર પર થનારી 2 ટેસ્ટ મેચો માટે ખેલાડીઓની કરી પસંદગી

વિરાટ કોહલી(કેપ્ટન), અજિંક્ય રહાણે(વાઇસ કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, હનમા વિહારી, ઋષભ પંત(વિકેટકીપર), રિદ્ધિમાન સાહા, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ

વેસ્ટઈંન્ડિઝ ટૂર પર થનારી 3 વનડે મેચો માટે ખેલાડીઓની કરી પસંદગી

વિરાટ કોહલી(કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા(વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, ઋષભ પંત, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કેદાર જાદવ, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, દીપક ચહર, નવદીપ સૈની, મોહમ્મદ શમી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.