Not Set/ જીવદયા, જીવ રક્ષક : PGVCLના કર્મચારીનો અદ્દભૂત સેવા યજ્ઞ

ભાવનગરના સિહોરમાં રહેતા અને સણોસરા ખાતે પીજીવીસીએલમાં નોકરી કરતા ધવલ રાજ્યગુરુ નામના વ્યક્તિએ અબોલપશુઓ માટે અનોખી સેવા શરૂ કરી છે. શું છે તેમનો અભિગમ આવો જણીએ…

Gujarat Others
Capture.JPG1 જીવદયા, જીવ રક્ષક : PGVCLના કર્મચારીનો અદ્દભૂત સેવા યજ્ઞ

@અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યૂઝ – ભાવનગર

ભાવનગરના સિહોરમાં રહેતા અને સણોસરા ખાતે પીજીવીસીએલમાં નોકરી કરતા ધવલ રાજ્યગુરુ નામના વ્યક્તિએ અબોલપશુઓ માટે અનોખી સેવા શરૂ કરી છે. શું છે તેમનો અભિગમ આવો જણીએ…

જીવદયા, જીવ રક્ષક

અબોલા પશુઓની સેવા
PGVCLના કર્મચારી દ્વારા સેવા
જીવદયા જીવ રક્ષકનું કરે છે કામ
લોકો પણ આપે છે સાથ

સિહોરમાં રહેતા અને સણોસરા ખાતે પીજીવીસીએલમાં નોકરી કરતા ધવલ રાજ્યગુરુ દ્વારા અબોલપશુઓ માટે અનોખી સેવા કરવામાં આવી રહી છે. ઉકરડા અને ડસ્ટબિનમાં ફેંકી દીધેલા ખોરાકને ખાતા પશુઓના મોઢામાં લોકોએ ફેંકેલા કાંચના ટુકડા, બ્લેડ, ખીલીઓ વગરે ન જાય તે માટે અનોખુ અભ્યાન શરૂ કર્યુ છે. અને તેમના અભિયાનમાં લોકોએ પણ સાથ સહકાર આપ્યો છે…ધવલરાજગુરુ અબોલપશુઓ માટે છેલ્લા પાંચ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે.

સામાન્ય રીતે ઉકરડાઓ અને ડસ્ટબિનમાંથી રખડતા અબોલપશુઓ ખોરાક ખાતા હોય છે. ત્યારે આ કચરામાં પ્લાસ્ટિક ઉપરાંત કાંચના ટુકડા, સલુનમાં વપરાતી બ્લેડ, ખીલીઓ પણ સાથે ફેકી દેતા હોય છે. ત્યારે આ ફેંકેલા એઠવાડમાં ભળી જવાના કારણે અબોલપશુઓના પેટમાં જતા અનેક પશુઓ મોતને ભેટે છે. ત્યારે ધવલભાઈ દ્વારા તે ન નાખવા લોકોને અપીલ કરતું અભિયાન શરૂ કરવામાં આવ્યું. ધવલભાઈ દ્વારા જે અભિયાન શરૂ કરવામાં આવ્યું તેમાં લોકોએ પણ તેમને સાથ સહકાર આપ્યો છે.. જેમાં ચશ્માં ના વેપારીઓ, હેર કટિંગ સલુન, મોચી વગરે પોતાની દુકાનના કાચ ના ટુકડા, બ્લેડ,ખીલી વગરે એક બોક્ષમાં રાખી મુકે છે અથવા તો જાતેજ પોઈન્ટ પર મુકેલા પીપ માં નાખી આવે છે.

અબોલ પશુઓ પ્રત્યેની ભાવનાને દુકાનદારો પણ સમર્થન આપ્યું છે અને આ અનોખા સેવા અભિયાનને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. અને લોકો માટે તેમનું કામ પ્રેરણાદાયી બની ગયુ છે.

જુઓ સંપૂર્ણ વિગત સાથેનો આ વીડિયો અહેવાલ પણ  –  જીવદયા જીવ રક્ષક

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…