Narendra Modi public meeting/ ભારતને G20ની અધ્યક્ષતા મળી ગર્વની વાત : PM મોદી

આજે ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે,ત્યારે નરેન્દ્ર મોદી બીજા તબકકાની ચૂંટણી માટે પ્રચાર પુર જોશમાં કરી રહ્યા છે

Gujarat Gujarat Assembly Election 2022
public meeting
  • PM મોદીનો ગુજરાત પ્રવાસ
  • બીજા તબક્કા માટે પ્રચંડ ચૂંટણી પ્રચાર
  • પંચમહાલના કાલોલમાં જનસભા
  • વેજલપુર કાલોલ ખાતે સભાનો કાર્યક્રમ
  • જનસભામાં મોટી સંખ્યામાં ઉમટી જનમેદની
  • G-20ની અદ્યક્ષતા મળવા પર ભારતને ગર્વ
  • આખી દુનિયામાં આજે ભારતનો ડંકો વાગે છે
  • હું અહીંયા સ્કુટર પર આવતો: PM મોદી
  • આ પટ્ટામાં સ્કુટરથી પ્રવાસ કરતો હતો
  • હેલિપેડ પર જૂના સાથીઓને મળી ખુશી થઇ

 public meeting આજે ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે,ત્યારે નરેન્દ્ર મોદી બીજા તબકકાની ચૂંટણી માટે પ્રચાર પુર જોશમાં કરી રહ્યા છે. ભાજપ મેગા રણનીતિ અપનાવી છે. આજે નરેન્દ્ર મોદી જાહેર સભા અને રોડ શો કરવાના છે, પંચમહાલ જિલ્લાના કલોલમાં જાહેર સભા સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારતને જી20નું યજમાન પદ મળ્યું છે તે ગૌરવની વાત છે.

ઉલ્લેખનીય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે , ગુજરાતમાં આજે પહેલા ચરણનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે અત્યંત શાંતિ રીતે ગુજરાતના ગર્વને છાજે તે રીતે મતદાન કરાઈ રહ્યું છે. હું મહાકાળીના ચરણોમાં આવ્યો છું મને ખાતરી છે કે રેકોર્ડ બ્રેક મતદાન થવાનું છે. મને મોબાઈલ ટીવી પર જોનારાનો ઉત્સાહ પણ વધી ગયો હશે. મારા પ્રવાસનું પણ આજે અને આવતીકાલે છેલ્લું ચરણ છે લગભગ. મને જ્યાં જ્યાં જવાની તક મળી ત્યારે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો તે વિશ્વાસ વગર શક્ય ન બને.

આજે મતદાન દક્ષિણ ગુજરાત, કચ્છ  અને સૌરાષ્ટ્માં યોજાશે. અહિના મતદારોની મૈાન બધી પાર્ટીઓ માટે રેડ એલર્ટ સમાન છે. આજે રાજ્યની 182માંથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર સવારે 8 વાગ્યે મતદાન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. પહેલા તબક્કાની 89 સીટમાંથી હાલ ભાજપ પાસે 58 અને કોંગ્રેસ પાસે 26 જ્યારે BTP પાસે 2 અને NCP પાસે એક સીટ છે. જ્યારે દ્વારકા અને વિસાવદર સીટ ખાલી પડેલી સીટ છે. આ 89 સીટમાંથી ભાજપને 48 અને કોંગ્રેસને 38 સીટ મળી હતી. જ્યારે BTPને 2 અને NCPને એક સીટ મળી હતી.

Candidates cannot vote for themselves /ચૂંટણીમાં આ ઉમેદવારો પોતાને જ મત નહીં આપી શકે!