હડતાલ/ નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓની માંગ પુરી નહી થાય તો હડતાલની ચીમકી

નેશનલ હેલ્થ મિશન ના કર્મચારીઓ પાડશે હડતાલ

Gujarat
cccc 1 નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓની માંગ પુરી નહી થાય તો હડતાલની ચીમકી

 ગુજરાતમાં કોરોનાની લહેર અતિ ઘાતક થઇ રહી છે રાજ્યમાં હડતાલની મોસમ ચાલી રહી છે.  પહેલા જુનિયર ત્યારબાદ મેડિકલ ટીચર્સ એસોસિએશન અને નર્સિંગ વિભાગ દ્વારા હડતાળ પાડવામાં આવી હતી. જેમાં સરકારે તમામ માગ પૂર્ણ કરી છે, ત્યારે આજે શનિવારે નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓએ પણ હવે હડતાળની ચીમકી આપી છે. પગાર વધારો નહીં કરવામાં આવે તો તે રવિવારથી હડતાળ પર ઉતરી અને સરકારનો વિરોધ કરશે.

 નેશનલ હેલ્થ મિશન મંડળ એસોસિએશનના પ્રમુખ વિનોદ પંડ્યાએ જણાવ્યું હતું કે, નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ આવતીકાલ રવિવારથી 3 દિવસની હડતાળ પર રહેશે. કરાર આધારિત કર્મચારીઓને પગાર વધારાની માગણી રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી છે. 6 મહિનાથી આ માંગણીઓનો ઉકેલ નહીં આવતા હડતાળના માર્ગ પસંદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 18 સુધીમાં માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો 19મીના રોજ નેશનલ હેલ્થ મિશનના તમામ કર્મચારીઓ સામુહિક રાજીનામું આપી દેશે તેવી પણ ચીમકી વિનોદ પંડ્યા દ્વારા ઉચ્ચારવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીમાં હડતાલ  પાડવાની સીઝન શરૂ થઇ ગઇ છે .તમામ હડતાલો મેડીકલ વિભાગો દ્વારા જ પાડવામાં આવી છે