Not Set/ આ એક્ટ્રેસ સાથે કેબ ડ્રાઈવરે કર્યું ગેરવર્તન, ગાળો આપીને ગાડીમાંથી ધક્કો મારીને ઉતારી

બંગ્લા ટીવીની એક જાણીતી એક્ટ્રેસે આરોપ લગાવ્યો છે કે એક કેબથી તેને ધમકી આપીને બહાર કાઢવામાં આવી છે. ઘટના બુધવાર સવારની છે જ્યારે તે તેના પિકનિક ગાર્ડન સ્થિત ઘરથી શૂટિંગ માટે ગરીયા જી રહી હતી. રસ્તામાં ઇએમ બાયપાસ પર તેને કેબમાં ધમકી આપવામાં આવી, ધક્કો મારીને કેબથી ઉતારવામાં આવી. ટીવી એક્ટ્રેસ સ્વાસ્તિકા દત્તાએ પોતાનો અનુભવ […]

Uncategorized
jhcASC 2 આ એક્ટ્રેસ સાથે કેબ ડ્રાઈવરે કર્યું ગેરવર્તન, ગાળો આપીને ગાડીમાંથી ધક્કો મારીને ઉતારી

બંગ્લા ટીવીની એક જાણીતી એક્ટ્રેસે આરોપ લગાવ્યો છે કે એક કેબથી તેને ધમકી આપીને બહાર કાઢવામાં આવી છે. ઘટના બુધવાર સવારની છે જ્યારે તે તેના પિકનિક ગાર્ડન સ્થિત ઘરથી શૂટિંગ માટે ગરીયા જી રહી હતી. રસ્તામાં ઇએમ બાયપાસ પર તેને કેબમાં ધમકી આપવામાં આવી, ધક્કો મારીને કેબથી ઉતારવામાં આવી.

ટીવી એક્ટ્રેસ સ્વાસ્તિકા દત્તાએ પોતાનો અનુભવ ફેસબુક પર શેર કર્યો છે. તેને એપ-આધારીત કેબ સેવા આપનાર કંપની ઉબેર અને ટાઇમ્સ ઓફ ઇન્ડિયા પણ પોસ્ટમાં ટેગ કર્યા. કોલકાતા પોલીસ દ્વારા તેના ફેસબુક પોસ્ટને ફરિયાદ માનીને કાર્યવાહી કરી.ઘટના થોડા જ કલાકોની અંદર કેબ ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.

જીલ્લા કમિશનર અજોય પ્રસાદે કહ્યું, ‘અમે તેમના સ્ટુડિયોમાં વાત કરી  અને આરોપી જમશેદ હોસૈન વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે, જેની ફરિયાદ થયાના થોડા જ સમયમાં ધરપકડ કરાઈ.’ દત્તાએ પોતાના ઘરેથી ગારિયા સ્ટુડિયો માટે કેબ બુક કરી પરંતુ અડધા રસ્તામાં ગયા પછી ડ્રાઇવર દ્વારા સ્ટુડિયો પહોંચવા માટે ઇનકાર કરાયો અને રાઇડ કેન્સલ કરી.

 દત્તાએ કહ્યું, ‘વીઆઈપી માર્કેટથી રુબી હોસ્પિટલની તરફ જમણી તરફ જવાના બદલે તે સાઈન્સ સીટી તરફ જવા લાગ્યો અને મને કહેવા લાગ્યો કે તેણે ટ્રીપ કેન્સલ કરી દીધી છે અને હું ક્રોસિંગ પર તૈનાત પોલીસની પાસે જઈને મામલો સેટલ કરી શકું છું. જ્યારે મેં વિરોધ કર્યો, તે ગાડી આગળ વધવા લાગ્યો અને મને ‘તું’ કહેતા વાત કરી. ‘ દત્તાએ કહ્યું કે જ્યારે તેના પિતા પહોંચ્યા, તો ડ્રાઈવર ને તેમની સાથે પણ ગેર વર્તન કર્યું અને ધક્કો મારીને વાત કરવા લાગ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન