Not Set/ ગાંજાને કાયદેસર કરવા માટે ઉદય ચોપરાએ ટ્વીટ કરી, મુંબઇ પોલિસે આપ્યો આ જવાબ

મુંબઇ નશા માટે વપરાતું મારીજુઆના એટલે કે ગાંજાને કેટલાંક દેશોમાં લીગલ કર્યા પછી હવે ભારતમાં પણ આ નશાને કાયદેસરતા અપાવવા અંદર ખાને અભિયાન શરૂ થયું છે.ગાંજાને નશો નહીં ગણવા માટે હવે ફિલ્મ સ્ટાર્સ પણ ખુલીને સામે આવી રહ્યાં છે.બોલીવુડના નંબર વન પ્રોડક્ષન હાઉસ યશ રાજ ફિલ્મના ઉદય ચોપરાએ હાલમાં જ ગાંજાને લઈને ટ્વીટ કરતાં વિવાદ […]

Uncategorized
b73363130eb2306015067ab21f1a9e0d ગાંજાને કાયદેસર કરવા માટે ઉદય ચોપરાએ ટ્વીટ કરી, મુંબઇ પોલિસે આપ્યો આ જવાબ

મુંબઇ

નશા માટે વપરાતું મારીજુઆના એટલે કે ગાંજાને કેટલાંક દેશોમાં લીગલ કર્યા પછી હવે ભારતમાં પણ આ નશાને કાયદેસરતા અપાવવા અંદર ખાને અભિયાન શરૂ થયું છે.ગાંજાને નશો નહીં ગણવા માટે હવે ફિલ્મ સ્ટાર્સ પણ ખુલીને સામે આવી રહ્યાં છે.બોલીવુડના નંબર વન પ્રોડક્ષન હાઉસ યશ રાજ ફિલ્મના ઉદય ચોપરાએ હાલમાં જ ગાંજાને લઈને ટ્વીટ કરતાં વિવાદ શરૂ થયો છે. જો કે ઉદય ચોપરા અવાર-નવાર પોતાના ટ્વીટ ને લઈને વિવાદ ઉભો કરતા હોય છે.

https://twitter.com/udaychopra/status/1040211107523244032

ઉદયે ટ્વીટ કરતાં લખ્યું કે હું એવું માનું છું કે મારીજુઆનાને ભારતમાં લીગલ કરવું જોઇએ.આ આપણાં કલ્ચરનો એક ભાગ છે.બીજુ,જો તેને લીગલ કરીને તેના પર ટેક્સ લેવામાં આવે તો મોટી આવક થઇ શકે છે.આના કારણે આની સાથે સંકળાયેલા અસામાજીક તત્વો પણ હચી શકે છે એટલું જ નહીં પરંતું તેના મેડીકલ બેનીફીટ પણ ઘણાં છે.

ઉદય ચોપરાના આ ટ્વીટ કર્યા પછી મુંબઇ પોલિસે તેમને ટ્વીટ કરીને જ જવાબ આપ્યો કે સર, ભારતના નાગરિક હોવાના કારણે પબ્લિક પ્લેટફોર્મ પર તમે તમારા વિચારો રજૂ કરવા માટે મુક્ત છો. પરંતુ યાદ રાખો કે હાલ ગાંજાનું સેવન કરવું, ગાંજો પાસે રાખવો કે તેની આયાત-નિકાસ પર NDPS એક્ટ, 1985 હેઠળ કડક સજા થઈ શકે છે. મહેરબાની કરીને આ મેસેજ લોકો સુધી પહોંચાડો.

ઉદય ચોપરાએ આ ટ્વીટ કર્યા પછી ગાંજો ફરી પાછો ચર્ચામાં આવ્યો છે.સોશિયલ મીડીયામાં કેટલાંક લોકોએ ગાંજાને લીગલ કરવા પર મંજુરીની મહોર મારી છે તો અમુક લોકો કહે છે કે આનાથી યુવા વર્ગ નશાના રવાડે ચડી શકે છે.