ગુજરાત/ એરલાઇનને ધમકી આપવા બદલ સુરતના ધોરણ 12ના વિદ્યાર્થીની ધરપકડ

આ ટ્વિટ બાદ ખાનગી કંપનીએ મુંબઈના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.

Top Stories Gujarat Surat
ધરપકડ

મુંબઈ પોલીસે ગુજરાતમાંથી ધોરણ 12ના વિદ્યાર્થીની ધરપકડ કરી છે. તેણે કથિત રીતે ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે એરલાઈન કંપની ‘અકાસા એર’નું વિમાન ‘ડાઉન’ થઈ જશે. એક અધિકારીએ આ માહિતી આપી. આ ટ્વિટ બાદ ખાનગી કંપનીએ મુંબઈના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.

18 વર્ષીય વિદ્યાર્થીએ ટ્વિટ કર્યું હતું કે, “અકાસા એર બોઇંગ 737 મેક્સ (વિમાન) ક્રેશ થશે.” આ કેસની તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે ટ્વીટનું ઈન્ટરનેટ પ્રોટોકોલ (આઈપી) સરનામું ગુજરાતના સુરતનું હતું, જેના પગલે એક પોલીસ ટીમ ત્યાં મોકલવામાં આવી હતી અને વિદ્યાર્થીની 27 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે પૂછપરછ દરમિયાન, વિદ્યાર્થીએ પોલીસને કહ્યું કે તે વિમાનો વિશે જાણવામાં રસ ધરાવે છે અને સોશિયલ મીડિયા પર આવી પોસ્ટના પરિણામોથી વાકેફ નથી. વિદ્યાર્થીએ પોલીસને કહ્યું કે તેનો અવ્યવસ્થા સર્જવાનો ઈરાદો નહોતો, એમ તેણે કહ્યું. અધિકારીએ જણાવ્યું હતું કે એક દિવસની કસ્ટડી પછી, આરોપીને 5,000 રૂપિયાની જામીન પર છોડી દેવામાં આવ્યો હતો કારણ કે તેની પરીક્ષાઓ ચાલી રહી હતી.

કેસ એરલાઇનના કર્મચારી એસ આર યાદવ (49) દ્વારા નોંધવામાં આવ્યો હતો, એરલાઇનના કર્મચારી એસ આર યાદવે આ મામલે કહ્યું હતું કે, મેં મારા મેનેજર આનંદ ચવ્હાણને ચેતવણી આપી હતી, જેમણે અકાસા એરલાઇનના ઇન્ટિગ્રેટેડ ઑપરેશનલ કંટ્રોલ સેન્ટર (IOCC) ના મોહિત રામચંદાનીને ઇમેઇલ દ્વારા જાણ કરી હતી. ત્યાર બાદ આ ઘટનાને લઈ હેડને ઇમેઇલથી જાણ કરવામાં આવી હતી.

આ મામલે એરલાઇનરના મુખ્ય સુરક્ષા અધિકારી નિલેશ મધુરવારે ડોમેસ્ટિક એરપોર્ટને એલર્ટ કર્યું હતું.  અને તેમને ધમકી આપવા માટે કેસ નોંધવામાં આવ્યો કે મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફ્લાઇટ ડાઉન થશે. સુરતમાં ઇન્ટરનેટ પ્રોટોકોલ દ્વારા વિદ્યાર્થીને ટ્રેક કરવામાં આવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે તેણે કોઈ ખોટા સંદેશા મોકલ્યા નથી. જોકે આ સ્ટુડન્ટ પર ભારતીય દંડ સંહિતાની કલમ 505 (1) (B) (લોકોને ભય ફેલાવવાના હેતુથી) અને 506 (2) (ગુનાહિત ધાકધમકી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:‘મોદી સરનેમ’ કેસમાં સજા સામે સુરત કોર્ટ પહોંચશે રાહુલ ગાંધી, ભાજપે કર્યો આવો કટાક્ષ

આ પણ વાંચો:કોર્ટમાં જશે રાહુલ ગાંધી, આવતીકાલે તેઓ સુરત આવીને નિર્ણયને પડકારી શકે છે

આ પણ વાંચો:અધિકારીઓની હેરાનગતિઃ હારીજ એસટી ડેપોમાં ફરજ બજાવતા એસ.ટી. ડ્રાઈવરને પરેશાન કરાયો

આ પણ વાંચો:કૃષ્ણની નગરી દ્વારકામાં મેગા ડિમોલિશન, જમીન પર કબજો કરીને ગજવા-એ-હિંદ બનાવવાની હતી યોજના?