દુનિયા લડી રહી છે/ ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત જોવા મળી છે પણ વધુ ખૂશ થવાની જરૂર નથી

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અને કેટલીક ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો થતાં આપણે રડી રહ્યા છીએ. મોંઘવારી આપણે નડે છે.

Top Stories Business
અર્થવ્યવસ્થા

ભારતીય અર્થવ્યવસ્થા ભલે ખૂબ જ કથળી ગયેલી હાલતમાં હોય પરંતુ બીજી અર્થવ્યવસ્થા થી સારી સ્થિતિમાં જ જોવા મળી રહી છે. જો જુદી જુદી વસ્તુઓની કિંમતોની તુલના કરીએ તો અમેરિકામાં ઉપભોક્તા વસ્તુઓની કિંમતોમાં વૃધ્ધિ છેલ્લા 40 વર્ષમાં સૌથી વધુ 8.5 ટકા ઉપર છે. યુરો વાળા દેશમાં તે 7.5 ટકા છે. આ અર્થવ્યવસ્થા સરેરાશ 2 ટકાના ફુગાવાના દરથી ટેવાયેલી છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અને કેટલીક ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો થતાં આપણે રડી રહ્યા છીએ. ઉદાહરણ તરીકે, કેટલાક જથ્થાબંધ બજારોમાં લીંબુની કિંમત 300-350 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. સામાન્ય રીતે રિઝર્વબેન્કની આલોચના થઈ રહી છે કે તેણે ફુગાવાને કાબૂમાં રાખવા પર વધુ ભાર મૂક્યો નથી, જે હદ બહાર જઈ રહ્યો છે. તેમ છતાં, ભારતમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 7 ટકાથી નીચેના સ્તરે સંતુલિત સ્તરે છે. બ્રિક્સ’ દેશોની સરખામણી કરીએ તો બ્રાઝિલમાં તે 11.3 ટકા અને રશિયામાં 16.7 ટકાના દરે ડબલ ડિજિટમાં છે. માત્ર ચીન ફુગાવાના દરને 1.5ટકાના દરે મોંઘવારીના રાક્ષસને મારવામાં સફળ રહ્યો છે. તુલનાત્મક તસ્વીર ત્યારે સારી જોવા મળે જ્યારે વાત આર્થિક વૃધ્ધિની આવે છે.

નાણાકીય વર્ષ 2022 માટે એક અંદાજ અનુસાર ભારત 7.2 ટકાના વૃધ્ધિ દર સાથે સૌથી ટોચ પર છે. મોટી અર્થવ્યવસ્થાઓમા ચીન 5.5 ટકાના દર સાથે બીજા સ્થાને છે. જ્યારે અમેરિકા 3 ટકા અને યુરો દેશ 3.3 ટકાના દર સાથે સૌથી નીચે છે. વિકસિત અર્થવ્યવસ્થા વિકાસશીલ અર્થવ્યવસ્થાની તુલનાએ સુસ્ત ગતિએ વૃધ્ધિ કરે છે. આ હોવા છતાં, બ્રાઝિલ સ્થિર છે અને જીડીપીમાં 10.1 ટકાના ઘટાડા સાથે રશિયા ગંભીર કટોકટી તરફ આગળ વધી રહ્યું છે. જાપાનમાં ફુગાવો ઓછો છે, આર્થિક વૃદ્ધિમાં થોડો વધારો થયો છે.

ભારત માટે તુલનાત્મક રીતે સારા સમાચાર અહીં સમાપ્ત થતા નથી. વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં લગામ લગાવવાની ઓછી જરૂરિયાતને કારણે ફુગાવાના મોરચે રિઝર્વ બેંક જે પડકારનો સામનો કરી રહી છે તેનો સામનો કરવો સરળ બનશે. વધુ બે સકારાત્મક છે ટેક્સ વસૂલાત (તાજેતરના વર્ષોમાં સૌથી વધુ ટેક્સ-જીડીપી ગુણોત્તર), અને નિકાસમાં અસાધારણ સિદ્ધિઓના અને દેશમાં આત્મવિશ્વાસ ઉચ્ચ સ્તરે છે. રૂપિયો સૌથી સ્થિર ચલણમાંથી એક છે. છેલ્લા 12 મહિનામાં ડોલર સામે રૂપિયાનું મૂલ્ય માત્ર 1.4 ટકા ઘટ્યું છે. જે દેશોના ચલણનું મૂલ્ય ડોલર સામે વધ્યું છે તેમાં તેલ નિકાસકારો-બ્રાઝિલ, ઇન્ડોનેશિયા અને મેક્સિકોનો સમાવેશ થાય છે.

જો કે આવા પ્રતિકૂળ સ્થિતિ વચ્ચે સારા સમાચાર કયા સુધી મળશે? કારણકે જો ક્રૂડની કિંમતો આમ જ વધતી રહી કે ઊંચી રહી તો રૂપિયો ગબડી શકે છે. આ ઉપરાંત અમેરિકા મઆયાતે 3 ટકા આર્થિક વૃધ્ધિનો અંદાજ કરવામાં આવ્યો છે. જે વધુ આશાવાદી સાબિત થઈ શકે છે. જાણકારોનું કહેવું છે કે વધુ આગળ કે ઊંચી જવાના કારણે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા મંદી તરફ આગેકૂચ કરી રહી છે.

મુખ્ય પ્રશ્ન એ છે કે શું યુએસ કરન્સીના અધિકારીઓ વ્યાજદરમાં વધારો એ રીતે નિયંત્રિત કરી શકે છે કે જેથી ફુગાવો અંકુશમાં રહે અને આવી મંદી ન આવે,  અને કદાચ તમામ દેશોને અસર ન કરે? જો વિશ્વ વેપારમાં મંદી આવશે તો ભારતની નિકાસમાં આવેલી તેજી પણ અટકી જશે. ઉપરાંત આ  તુલનાત્મક આંકડાઓ પણ વિશ્વ માટે ખરાબ સમાચાર લાવી રહ્યા છે, અને ખાસ કરીને ભારત માટે સારા સમાચાર નથી. એક ક્વાર્ટર પહેલાની સરખામણીમાં આજે ભારત માટે તમામ વૃદ્ધિના અંદાજો અંકુશમાં છે કારણ કે ફુગાવાનું ચિત્ર વધુ ખરાબ થઈ રહ્યું છે. માસિક ઉત્પાદનના આંકડા સાધારણ રહે છે, જ્યારે તમામ સર્વે વ્યાપારી જગતના સુસ્ત મૂડનો ખ્યાલ આપે છે. વાસ્તવમાં, રિઝર્વ બેન્ક 2022-23ના બીજા છમાસિક ગાળામાં વિકાસ દર 4.1 ટકાથી વધુ થવાની અપેક્ષા રાખતી નથી, જે આવા અંદાજમાં રહેલી અનિશ્ચિતતા છે. દેશ અને દુનિયાની નાણાકીય પરિસ્થિતિને  કોરોના મહામારી વારંવાર વિક્ષેપો પેદા કરી રહી છે અને હવે યુક્રેનમાં પણ યુદ્ધ ફાટી નીકળ્યું છે.  તો પછી સરકાર અંદાજોને વધુ સારા બનાવવા માટે ભાગ્યે જ કંઈ કરી શકે છે. કોવિડ પ્રત્યે ‘ઝીરો ટોલરન્સ’નો અભિગમ અપનાવતા ચીને તેનું મહાનગર શાંઘાઈ બંધ કરી દીધું છે. આથી  એ વિચારવું નકામું છે કે આનાથી દેશ અને બાકીના વિશ્વની અર્થવ્યવસ્થા પર અસર નહીં થાય. કેટલાક દેશો ઉપર કોરોનાનો માર અને યુક્રેન યુદ્ધ ચાલુ છે ત્યારે પણ અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ શકે છે. જો ભારતના આંકડા વધુ સારા દેખાઈ રહ્યા છે તો તે સારી વાત છે પરંતુ અત્યારે વધારે આનંદિત થવાની જરૂર નથી. આપણે મુશ્કેલીગ્રસ્ત વિશ્વનો ભાગ બની રહ્યા છે. અને આગામી સમયમાં આર્થિક સંકટ સામે લડવા પણ તૈયાર રહેવું પડશે.

આ પણ વાંચો : હું ચૂંટણી લડવા તૈયાર છું : વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા

મંતવ્ય