Not Set/ ભાજપના કાર્યકર્તાએ પીએમ મોદીનું મંદિર બનાવ્યું, પોતાના ખિસ્સામાંથી ખર્ચ્યા લાખો રૂપિયા

ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરે પુણેમાં પીએમ મોદીનું મંદિર બનાવ્યું છે. તેની અંદર પીએમ મોદીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે….

Top Stories India
પીએમ મોદીનું મંદિર

ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરે પુણેમાં પીએમ મોદીનું મંદિર બનાવ્યું છે. તેની અંદર પીએમ મોદીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મયુર મુંડે નામના કાર્યકર્તાએ કહ્યું કે વડાપ્રધાને ‘અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું’, તેથી તેમણે આ મંદિર મોદીના સન્માનમાં બનાવ્યું છે. પીએમ મોદીનું મંદિરનું આ મંદિર પુણેના ઔંધ વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો :રાજસ્થાન હાઇકોર્ટે પુરૂષ પરિણીત મહિલાના લિવ-ઇન રિલેશનશીપને ગેરકાયદે ઠરાવી

રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરતા મુંડેએ કહ્યું કે, “વડા પ્રધાન બન્યા પછી, મોદીએ ઘણા વિકાસ કાર્યો કર્યા છે અને જમ્મુ -કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવા, રામ મંદિરનું નિર્માણ અને ત્રિપલ તલાક જેવા મુદ્દાઓ પર કામ કર્યું છે.”

તેમણે પત્રકારોને કહ્યું, “મને લાગ્યું કે અયોધ્યામાં રામ મંદિર બનાવનાર વ્યક્તિ માટે મંદિર હોવું જોઈએ, તેથી મેં આ મંદિર મારા પરિસરમાં બનાવવાનું નક્કી કર્યું.

આ પણ વાંચો :તાજમહેલના દર્શન હવે રાત્રે પણ કરી શકશો

 1.6 લાખ રૂપિયાના ખર્ચે મંદિર થયું તૈયાર

આ ઉપરાંત ભાજપના આ કાર્યકર્તાએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનની પ્રતિમા, નિર્માણમાં લાગેલા જયપુરના લાલ માર્બલ અને નિર્માણની કિંમત 1.6 લાખ રૂપિયા છે. તેમણે કહ્યું હતું કે, મંદિરમાં મોદીને સમર્પિત એક કવિતા પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો :મુંબઇ હાઇકોર્ટે કઇ શરતોને આધીન આપી મહોરમના તાજિયાને મંજૂરી.. જાણો

આ પણ વાંચો :પીએમ મોદીએ અફઘાનિસ્તાન કટોકટી પર બોલાવી CCSની બેઠક, સુરક્ષા બાબતો પર ચર્ચા

આ પણ વાંચો :BJP રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન,રાહુલ ગાંધીનું ટ્વિટર ફરી બ્લોક કરવા માંગ

આ પણ વાંચો :તાલિબાન સામે હવે બ્રિટન મોટું પગલું ભરવા તૈયાર, લેશે આ પગલા

આ પણ વાંચો :તાલિબાન આતંકી સંગઠનને અમે અફઘાનિસ્તાનની નવી સરકાર તરીકે માન્યતા નહી આપીએઃ કેનેડા