Suicide Case/ પતિ જુલમ ગુજારે તો લાત મારો, કાયદાનો સહારો લો : આયેશાના ઇન્સાફ માટે ઓવૈસી મેદાનમાં

પતિને અત્યંત પ્રેમ કરતી અમદાવાદની આયેશાએ જે રીતે હસતા મોઢે આત્મહત્યા કરી અને સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો છે તે જોઈને દેશભરમાં દરેકના કાળજાં કંપી ગયાં છે.અમદાવાદની દીકરી આયેશાએ પતિની

Top Stories Gujarat
aayesha with ovesi પતિ જુલમ ગુજારે તો લાત મારો, કાયદાનો સહારો લો : આયેશાના ઇન્સાફ માટે ઓવૈસી મેદાનમાં

પતિને અત્યંત પ્રેમ કરતી અમદાવાદની આયેશાએ જે રીતે હસતા મોઢે આત્મહત્યા કરી અને સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો છે તે જોઈને દેશભરમાં દરેકના કાળજાં કંપી ગયાં છે.અમદાવાદની દીકરી આયેશાએ પતિની બેવફાઈ અને દહેજભૂખ્યાં સાસરિયાંના ત્રાસથી કંટાળી રિવરફ્રન્ટ પરથી સાબરમતીમાં કૂદી જઈ આપઘાત કર્યો એના આખા દેશમાં પડઘા પડ્યા છે. આપઘાત કરતાં પહેલાં આયેશા એ વીડિયો બનાવ્યો અને પોતાની દાસ્તાન વર્ણવી એનાથી ભલભલાનું હૈયુ દ્રવી ઊઠ્યું છે. ઓલ ઈન્ડિયા મજલિસના (AIMIM) નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરવા ઉપરાંત દહેજભૂખ્યાં સાસરિયાં પર લાનત હોવાનું કહ્યું છે. આ સાથે જ ઓવૈસીનો દરેક મુસ્લિમ મહિલાને આવા દહેજભૂખ્યા પતિઓને લાત મારીને કાયદાનો સહારો લેવાની અપીલ કરતો વીડિયો વાઈરલ થયો છે.

Corona Vaccine / ડોક્ટર હર્ષવર્ધન બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે મુકાવશે કોરોનાની રસી

માસૂમ આઈશા પર જુલમ કહ્યો અને દહેજ-દહેજ કરીને તેને અધમૂવી કરી નાખી.

આ વાઇરલ વીડિયોમાં ઓવૈસીને એક સભામાં આયેશાની કરુણ ઘટના અંગે પીડા વ્યક્ત કરતા દર્શાવાયા છે. તેમણે કહ્યું હતું કે પત્નીને ઘરમાં દહેજ માટે મારીને લોકો બહાર નીકળીને પોતાને ફરિશ્તા કહેવડાવે છે, પરંતુ એ લોકોને ખબર નથી કે તેઓ દુનિયાને મૂરખ બનાવી શકે છે પણ અલ્લાહને નહીં. અલ્લાહ તો લાચાર લોકોનો જ સાથ આપશે અને આવા લોકોનો ઈન્સાફ કરશે.પોતાની પત્નીને લાફા મારે, તેમની પર જુલમ ગુજારે લેવા લોકો તો મર્દ કહેવાને લાયક જ નથી, આમ જણાવી ઓવૈસી આ વીડિયોમાં એવું કહેતા પણ જોવા મળ્યા હતા કે અમદાવાદની આપણી દીકરી પર દહેજભૂખ્યાં સાસરિયાં જુલમ ગુજારતાં હતાં. તેનો પતિ તેને મારતો હતો આ તો નામર્દાનગી કહેવાય. દહેજ માગવું એ મર્દાનગી નથી. માસૂમ આયેશા પર જુલમ કર્યો અને દહેજ-દહેજ કરીને તેને અધમૂવી કરી નાખી. તેની પર જુલમ ગુજરાનારાને શરમ આવવી જોઈએ.. અલ્લાહ તેમને નરકમાં ધકેલે.

Political / દાદી ઈન્દિરા ગાંધીનો ઇમર્જન્સી લગાવવાનો નિર્ણય તેમની ભૂલ : રાહુલ ગાંધી

aisha પતિ જુલમ ગુજારે તો લાત મારો, કાયદાનો સહારો લો : આયેશાના ઇન્સાફ માટે ઓવૈસી મેદાનમાં

ઓવૈસીને એવું કહેતા જોવામાં આવ્યા હતા કે આપણી બેટીઓએ ડરવાની જરૂર નથી, ઓવૈસી તેમની સાથે છે. પોતાનો જીવ ન આપો, અમે તમારી સાથે છીએ. જે પતિ તમારી પર જુલમ કરે તેને લાત મારો અને કાયદાનો સહારો લો, કાયદાનો ઉપયોગ કરો. લોકોએ પણ પોતાની આસપાસમાં કોઈ બહેન-દીકરી પર જુલમ થતો હોય તો આગળ આવીને આવા લોકોને સમજાવવા જોઈએ અને ન સમજે તો પાઠ ભણાવવો જોઈએ.

Corona effect / રાજકોટમાં કોરોનાનો ફુંફાડો : સિવિલ મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના 5 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…