AMC Action/ વડોદરા બોટકાંડ ઇફેક્ટ: AMC સફાળી જાગી, સાબરમતી રિવર ફ્રન્ટ પર બોટિંગ એક્ટિવિટી બંધનો આદેશ, કાંકરીયા તળાવમાં કેમ ચાલુ?

સાબરમતી રિવરફ્રન્ટ પર બોટિંગ એક્ટિવિટી બંધ. આધુનિકતા સાથે જરૂરી સુરક્ષાયુક્ત સુવિધા અને નિયમોનું પાલન કરવામાં આવે તો જ વિકાસનો અર્થ સાર્થક થાય છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 7 1 વડોદરા બોટકાંડ ઇફેક્ટ: AMC સફાળી જાગી, સાબરમતી રિવર ફ્રન્ટ પર બોટિંગ એક્ટિવિટી બંધનો આદેશ, કાંકરીયા તળાવમાં કેમ ચાલુ?

વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં 15 લોકોના મૃત્યુ થયા. હરણી તળાવમાં બોટ અચાનક ઊંધી પડતા આ દુર્ઘટના બનવા પામી. બોટકાંડના પડધા રાજ્યના અનેક સ્થાનો પર પડી રહ્યા છે. બોટકાંડ બાદ AMC અચાનક જાગતા સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલતી બોટિંગ એક્ટિવિટી બંધ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અચાનક યાદ આવ્યું કે રિવર ફ્રન્ટ પર કરાતા બોટિંગ માટે પોલીસ ક્લિયરન્સ મળ્યું નથી. આ બાબત દર્શાવે છે કે જો અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં મહાનગર પાલિકાની કામગીરીમાં આ પ્રકારની ખામીઓ રહેલી છે. તો રાજ્યમાં આવા અનેક વિસ્તાર હશે જ્યાં મહાનગર પાલિકા બેજવાદાર રીતે કામગીરી કરતી હોઈ શકે છે.

whatsapp image 2024 01 19 at 60715 pm 1705673692 વડોદરા બોટકાંડ ઇફેક્ટ: AMC સફાળી જાગી, સાબરમતી રિવર ફ્રન્ટ પર બોટિંગ એક્ટિવિટી બંધનો આદેશ, કાંકરીયા તળાવમાં કેમ ચાલુ?

સાબરમતી રિવરફ્રન્ટ

અમદાવાદ શહેરને સાબરમતી રિવર ફ્રન્ટ તરીકે એક નવું નજરાણું મળ્યું છે. સિંગાપોર શહેરની જેમ સુંદરતા વધારવાના ભાગરૂપે સાબરમતી રિવર ફ્રન્ટ પર બોટિંગ એક્ટિવિટી શરૂ કરવામાં આવી છે. શહેરીજનો દરિયાની જેમ નદીમાં ચાલતા બોટિંગ અને ક્રૂઝનો આનંદ માણી રહ્યા છે. લોકો મેરેજ એનિવર્સરી અને બર્થ ડેનું સેલિબ્રેશનનું પણ આયોજન રિવરફ્રન્ટ પર કરી રહ્યા હતા. રિવર ફ્રન્ટ પર બોટિંગ અને વોટસ સ્પોર્ટ્સ એકિટિવિટીમાં પર્યટકોને વિવિધ પ્રકારની રાઈડ કરાવવામાં આવે છે. સાબરમતી રિવરફ્રન્ટ પર બોટિંગ એકિટિવિટી પોલીસ વિભાગ પાસેથી મેળવવાના થતા પ્રમાણપત્ર વિના જ આ રાઈડ ચલાવવામાં આવતી હતી. સંચાલકોએ જરૂરી પરવાનો ના મેળવતા રિવરફ્રન્ટ પર બોટિંગ એકિટિવિટી હાલ પૂરતી બંધ કરવામાં આવી છે.

Kankariya Lake - The Jewel of Ahmedabad - The timings, Things to do

કાંકરીયા તળાવ

હરણી તળાવ બોટકાંડ દુર્ઘટના બાદ રાજ્યની મહાનગર પાલિકા સફાળી જાગી છે. જે અંતર્ગત શાળાની પિકનિક તેમજ તળાવ અને નદીમાં થતી બોટિંગ એક્ટિવિટીને લઈને કામગીરી કડક બનાવાઈ છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર જરૂરી મંજૂરીના અભાવે બોટિંગ એક્ટિવિટી બંધ કરવાના આદેશ આપ્યા છે. જ્યારે કાંકરીયા તળાવમાં થતી વોટર એક્ટિવિટી હજુ પણ ચાલુ છે. શહેરમાં કાંકરીયા તળાવ વર્ષો જૂનું છે. રિવર ફ્રન્ટ પહેલા લોકો કાંકરીયા તળાવમાં બોટિંગનો આનંદ માણતા હતા. કાંકરીયામાં બોટિંગ અને Zorbign Ball જેવી અનેક વોટર સ્પોર્ટસ એક્ટિવિટી આજે પણ ચાલુ છે. કાંકરીયામાં લાઈફ જેકેટ અને પાણીમાં ઉપયોગ કરાતી ટાયર ટ્યુબ જેવા સેફ્ટીના તમામ સાધનો ઉપલબ્ધ છે. કોઈપણ પર્યટક હોય તેમને બોટિંગ રાઈડ દરમ્યાન જીવ બચાવવાના આ સાધનો ફરજીયાત પહેરાવવામાં આવે છે. સાથે બોટિંગ વખતે ના નિયમો અંગેની પણ માહિતી પૂરી પાડવામાં આવી છે. અર્થાત્ કાંકરીયામાં બોટિંગ માટે જરૂરી સેફ્ટી સાધનો હોવા ઉપરાંત નિયમો અંગેના સૂચનોના બોર્ડ મારેલા છે. આ કારણો સર કાંકરીયા તળાવમાં બોટિંગ એક્ટિવિટી બંધ કરવામાં આવી નથી.

YouTube Thumbnail 6 2 વડોદરા બોટકાંડ ઇફેક્ટ: AMC સફાળી જાગી, સાબરમતી રિવર ફ્રન્ટ પર બોટિંગ એક્ટિવિટી બંધનો આદેશ, કાંકરીયા તળાવમાં કેમ ચાલુ?

અમદાવાદ શહેર ઉપરાંત કોઈપણ સ્થાનના વિકાસ માટે ફક્ત આધુનિકતા સહુલિયત આપવાથી વાત પૂર્ણ નથી થતી. આ બાબત વહીવટીતંત્ર અને સત્તાધીશોએ યાદ રાખવી જોઈએ. આધુનિકતા સાથે જરૂરી સુરક્ષાયુક્ત સુવિધા અને નિયમોનું પાલન કરવામાં આવે તો જ વિકાસનો અર્થ સાર્થક થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બનાસકાંઠામાં દારૂના જથ્થા સાથે 5.27 લાખનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો:રામ મંદિર દર્શન/અયોધ્યા રામ મંદિર : એરલાઈન્સ સસ્તા દરે આપી રહી છે ટિકીટ, ‘વહેલા તે પહેલા’ ધોરણે કરાવો અયોધ્યાનું બુકિંગ