અયોધ્યા રામ મંદિરનો અભિષેક પૂર્ણ થયો છે . 22 જાન્યુઆરીનો દિવસ ભારત માટે ઐતિહાસિક બની રહ્યો. આ દિવસે સમગ્ર ભારતભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. આજે 23 જાન્યુઆરીના દિવસથી જાહેર જનતા માટે રામ મંદિર ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. દેશના ખૂણે-ખૂણેથી લોકો રામ મંદિરમાં દર્શન માટે આવી રહ્યા છે. તમામ લોકો અત્યારે અયોધ્યા પંહોચવા આતુર બન્યા છે. આવી સ્થિતિમાં લોકો ઓછા સમયમાં અયોધ્યા પંહોચી દર્શનનો લાભ લઈ શકે માટે એરલાઈન્સ દ્વારા સસ્તા દરની ટિકિટની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
સ્પાઈસજેટ એરલાઈન્સે શ્રદ્ધાળુઓ માટે ખાસ ઓફરની જાહેરાત કરી છે. સ્પાઈસ જેટે અયોધ્યા માટે સસ્તી ફ્લાઈટની જાહેરાત કરી છે. જો કે દેશના કેટલાક શહેરોના લોકો કંપની આ ઓફરનો લાભ લઈ શકશે. સ્પાઈસ જેટ દ્વારા અયોધ્યા જતી ફલાઈટનું ટિકિટ ભાડું 1,622 રૂપિયા રાખ્યું છે. જે સામાન્ય રીતે 3,000 હજાર કે તેથી વધુ હોય છે. કંપનીના જણાવ્યા અનુસાર, હવે મુંબઈ-ગોવા, દિલ્હી-જયપુર અને ગુવાહાટી-બાગડોગરા જેવી ઘણી ડોમેસ્ટિક ફ્લાઈટ્સની ટિકિટ માત્ર 1,622 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ શહેરો ઉપરાંત અન્ય કેટલાક શહેરોમાં પણ આવા ભાડા પર ફ્લાઇટની સુવિધા શરૂ કરવામાં આવી છે.
અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લેવા માંગતા શ્રદ્ધાળુઓએ આ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે. સ્પાઇસજેટ એરલાઈન્સ દ્વારા સસ્તા ટિકિટ દરની આપવામાં આવેલ ઓફર 22 જાન્યુઆરી 2024થી શરૂ થઈ છે અને 28 જાન્યુઆરી 2024ના રોજ સમાપ્ત થશે. આ ઓફર અમુક શહેરોમાં જ લોન્ચ કરવામાં આવી છે. આ ઓફરનો ફાયદો એ છે કે ‘વહેલા તે પહેલા’ ના ધોરણે પ્લેનમાં સીટોની ફાળવણી કરવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે એરલાઈન્સ આ ઓફરનો લાભ ગ્રુપ બુકિંગ પર ઉપલબ્ધ નથી. આ સિવાય આ ઑફરને અન્ય કોઈ ઑફર સાથે મર્જ કરી શકાતી નથી. જો તમે આ સ્કીમ હેઠળ ટિકિટ કેન્સલ કરો છો, તો કેન્સલેશન ચાર્જની સાથે પૈસા પરત કરવામાં આવશે. સ્પાઈસ જેટ 1 ફેબ્રુઆરીથી અયોધ્યા માટે સીધી કનેક્ટિવિટી સાથે ફ્લાઈટ્સ શરૂ કરશે. આ ફ્લાઈટ ચેન્નાઈ, અમદાવાદ, દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, જયપુર, પટના અને દરભંગા જેવા બીજા ઘણા શહેરોમાં શરૂ થશે. તમને જણાવી દઈએ કે આ ઓફરમાં અયોધ્યા જતી અને જતી નવી ફ્લાઈટ્સની ઈન્વેન્ટરી પણ સામેલ છે.
આ પણ વાંચો:CTET Test/CBSE સ્કૂલમાં ટીચરની જોબ્સની ભારે માંગ, 22 લાખે સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ આપી
આ પણ વાંચો:MINOR GIRL SUICIDE/સુરતમાં કિશોરીએ કરી આત્મહત્યા, પરિવારનું એક માત્ર સંતાન