ના હોય!/ શું તમે જાણો છો કે સંસદમાં 420 નંબરની સીટ નથી, જાણો આ સીટને કયો નંબર આપવામાં આવ્યો છે

તમે જોયું જ હશે કે લોકસભામાં 545 સાંસદો માટે સીટ છે, પરંતુ શું તમે જાણો છો કે સંસદની આ સીટોમાં કોઈ સીટ નંબર 420 નથી

India Trending
Parliament Seat Arrangement

Parliament Seat Arrangement: જ્યારે પણ ટીવી પર અથવા કોઈપણ વિડિયોમાં લોકસભાની કાર્યવાહી જોઇએ છીએ, ત્યારે તેમાં એક મોટા હોલમાં બધી બેઠકો નજરે પડે છે. જ્યાં તમામ સાંસદો બેસે છે, સ્પીકરની સીટ તેમની સામે જજની સીટની જેમ મૂકવામાં આવે છે. તમે જોયું જ હશે કે સૌથી નીચે વડાપ્રધાન જમણી બાજુ બેસે છે, જ્યારે વિપક્ષના સાંસદો ડાબી બાજુ બેસે છે. તમામ સાંસદોની બેઠક નિશ્ચિત છે અને સાંસદો તેમની નિશ્ચિત બેઠકના આધારે બેસે છે. અહીં 545 સાંસદો માટે બેઠક વ્યવસ્થા છે. પરંતુ, શું તમે  જાણો છો કે આ 545 સીટોમાંથી એક સીટ સૌથી ખાસ છે. હકીકતમાં સ્પેશિયલ સીટની સંખ્યા 420 છે. આ સ્પેશિયલ હોવાનું કારણ એ છે કે આ સંસદમાં કોઈ સીટ નંબર 420 નથી અને સીટ નંબર 420 પર કંઈક બીજું લખેલું છે.

સીટ નંબર 420 નથી

તમે જોયું હશે કે ઘણા માળની ઇમારતો છે, (Parliament Seat Arrangement)પરંતુ આ ઇમારતોમાં 13મો માળ નથી. જો કે, જો ગણતરી કરવામાં આવે તો, ફ્લોર ફક્ત 13મા નંબરનો છે, પરંતુ તે 14મા માળ તરીકે ગણવામાં આવે છે. આ ઇમારતોમાં 14મા માળનો નંબર 12 પછી આવે છે. આવી જ વાત 420 નંબર સીટની છે. વાસ્તવમાં, 420 નંબરનો ઉપયોગ નકલી, ચીટરો વગેરે માટે થાય છે. આવી સ્થિતિમાં સંસદમાં 420 નંબરની કોઈ સીટ નથી.

તો પછી એ સીટ પર શું લખ્યું છે

હવે સવાલ એ છે કે જ્યારે સીટ પર 420 લખાયેલું નથી, તો પછી તેના પર 421 લખેલું છે કે બીજું કંઈક. તો આ સીટને 419-A નંબર આપવામાં આવ્યો છે. આ વાતની પુષ્ટિ ઓડિશાના ચાર વખતના સાંસદ બૈજયંત જય પાંડાએ પણ કરી હતી, જેઓ હવે ભાજપના ઉપાધ્યક્ષ પણ છે. તેમણે થોડા વર્ષો પહેલા પોતાના ટ્વીટમાં આ ખુરશીનો ફોટો શેર કર્યો હતો અને 419 A વિશે જણાવ્યું હતું.

15મી લોકસભામાં સીટ ફાળવણી દરમિયાન, આસામ યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ’ (AIUDF) ના સાંસદ બદરુદ્દીન અજમલ, જેઓ 420માં નંબરે આવ્યા હતા, તેમને 420 નંબરને બદલે સીટ નંબર 419-A ફાળવવામાં આવી હતી.

શા માટે 420 નેગેટિવ છે

હકીકતમાં નંબર 420 એ ભારતીય દંડ સંહિતાની કલમ છે. જે એવી વ્યક્તિ પર લગાવવામાં આવે છે જે બીજાને છેતરે છે, બેઈમાની કરે છે અથવા ડોળ કરીને કોઈની મિલકત હડપ કરે છે. 420 નંબરનો અંગ્રેજી શબ્દ Cheating સાથે જોડાયેલો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે 420 નંબર છેતરપિંડી, અપ્રમાણિકતા અને કપટ સાથે જોડાયેલો છે. એટલા માટે જ્યારે કોઈ છેતરપિંડી કરે છે અથવા છેતરે છે, ત્યારે લોકો તેને 420 કહે છે.