ભારત સહિત વિશ્વનાં 180 થી વધુ દેશોમાં કોરોના વાયરસનો કહેર હજુ પણ યથાવત છે. આ ચેપથી અત્યાર સુધીમાં 4.49 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ વાયરસે 11.80 લાખથી વધુ ચેપગ્રસ્ત લોકોનાં જીવ લીધા છે. ભારતમાં પણ COVID-19 નાં કેસો દરરોજ વધી રહ્યા છે. ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 81 લાખ સુધી પહોંચવા આવી છે.
શુક્રવારે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામા આવેલા આંકડા મુજબ, દેશમાં ચેપગ્રસ્ત કેસોની સંખ્યા 80,88,851 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 48,648 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 57,386 દર્દીઓ ઠીક થયા છે. આ સમય દરમિયાન 563 કોરોના સંક્રમિતોનાં મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 73,73,375 દર્દીઓ ઠીક થયા છે. 1,21,090 લોકો મૃત્યુ પામ્યા છે. હાલ કોરોના કેસની સંખ્યા 6 લાખથી ઓછી છે. 22 ઓગસ્ટ પછી પહેલીવાર આ સંખ્યા 7 લાખ પર આવી ગઈ હતી. દેશમાં હાલમાં 5,94,386 સક્રિય કેસ છે. રિકવરી દર વિશે વાત કરીએ તો, તે થોડો વધારા થયા પછી 91.15 ટકા પર પહોંચી ગયો છે. પોઝિટિવિટી રેટ 4.17 ટકા છે. મૃત્યુ દર 1.49 ટકા છે. ઓક્ટોબર 29 નાં રોજ, 11,64,648 કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,77,28,088 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે.
With 48,648 new #COVID19 infections, India's total cases surge to 80,88,851. With 563 new deaths, toll mounts to 1,21,090.
Total active cases are 5,94,386 after a decrease of 9301 in last 24 hrs.
Total cured cases are 73,73,375 with 57,386 new discharges in last 24 hrs. pic.twitter.com/BhmWaxSyCJ
— ANI (@ANI) October 30, 2020
