@Divyesh Parmar
Surat News: સુરતના રાંદેરમાં રામ મહોત્સવના દિવસે 16 વર્ષીય બાળાએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. દીકરીના માતા-પિતા સહિત પરિવાર ભગવાન રામની શોભાયાત્રા જોવા ગયા હતા. પરિવાર પરત ફર્યો ત્યારે ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ દીકરીએ દરવાજો ન ખોલતાં બાજુની બારીમાંથી પરિવારે નજર કરી તો દીકરી લટકતી હાલતમાં જોવા મળી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના મોતીલાલ પાલ પરિવાર સાથે રાંદેર વિસ્તારમાં આવેલા પ્રશાંત નગરમાં રહે છે. તેમના પરિવારમાં પત્ની એક દીકરી અને બે દીકરા છે. પિતા ફર્નિચરનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની એક માત્ર દીકરી રાધિકા હતી. જે ધોરણ સાતમાં અભ્યાસ કરતી હતી. ગતરોજ રાત્રે માતા-પિતા સહિતનો પરિવાર ભગવાન રામની શોભાયાત્રા જોવા ગયા હતા. કિશોરી ઘરે એકલી હતી અને હોમવર્ક કરતી હતી. પરિવાર પરત ફર્યો તો દરવાજો અંદરથી બંધ હતો.પરિવારના સભ્યોએ ઘરનો દરવાજો ખખડાવતા ખુલ્યો ન હતો. તેથી દીકરીએ દરવાજો ન ખોલતા બારીમાંથી જોતા લટકતી હાલતમાં જોવા મળી આવી હતી. જેથી પરિવાર હેબતાઈ ગયો હતો.
પરિવારજનો દ્વારા દરવાજો તોડીને અંદર જતા દીકરી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. હાલ તો કિશોરીના આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી. જ્યારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પરિવારના નિવેદન લીધા છે. આ સાથે કિશોરીનું પોસ્ટમોર્ટમ કરાવાની દિશામાં તજવીજ હાથ ધરી છે.
મૃતક દીકરીના પિતા મોતીલાલ પાલે જણાવ્યું કે, કાલે રજાનો દિવસ હતો એટલે પરિવારના સભ્યો સાથે બેસીને ચા-પાણી પીતા હતા અને દીકરીને કીધું કે ચાલો રામ ઉત્સવ આપણે જોવા જઈએ. તો દીકરીએ કીધું નહીં પપ્પા મારે લેશન છે. તેથી હું લેશન કરી લવ ત્યાં સુધીમાં તમે ફરીને આવો. બાદમાં અમે અડધી-પોણી કલાક પછી ઘરે પરત ફર્યા તો દરવાજો દીકરી ખોલતી નહોતી. તેથી આસપાસમાંથી બારીમાંથી નજર કરી તો દીકરી લટકતી જોવા મળી હતી.
માતા પિતાએ પોતાની એક માત્ર દીકરી ગુમાવતાપરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ પણ વાંચો:Good News!/કુનો નેશનલ પાર્કમાંથી આવ્યા વધુ એક સારા સમાચાર, માદા ચિત્તા જ્વાલાએ આપ્યો 3 બચ્ચાને જન્મ
આ પણ વાંચો:ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ, 20થી વધુ લોકોને ઈજા
