RMC/ રાજકોટ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે કોઠારીયા વિસ્તારમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની લીધી મુલાકાત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં વિવિધ કામગીરી થઈ રહી છે. જેમાં કોરોના ટેસ્ટિંગ, વેક્સીનેસન, હોમ આઇસોલેસનમાં રહેલા લોકોને સારવાર માર્ગદર્શન વગેરે સેવા આપવામાં આવી રહી છે. આ

Gujarat Rajkot
visit agraval today 14 4 રાજકોટ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે કોઠારીયા વિસ્તારમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની લીધી મુલાકાત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં વિવિધ કામગીરી થઈ રહી છે. જેમાં કોરોના ટેસ્ટિંગ, વેક્સીનેસન, હોમ આઇસોલેસનમાં રહેલા લોકોને સારવાર માર્ગદર્શન વગેરે સેવા આપવામાં આવી રહી છે. આ કામગીરી અસરકારક રીતે થતી રહે તે માટે વરિષ્ઠ અધિકારીઓને વોર્ડ પ્રભારી તરીકેની જવાબદારી સુપરત કરાયેલી છે.

બેફામ નેતાજી / કોરોનાના કહેર વચ્ચે ભાજપે મોરવા હડફ ખાતે યોજી બાઈક રેલી, કોરોના ગાઈડલાઈન્સનું સરેઆમ ઉલ્લંઘન

રાજકોટ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે આજ રોજ કોઠારીયા વિસ્તારમાં રહેલા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી તેમજ કોઠારીયા અર્બન હેલ્થ સેન્ટરમાં પણ રૂબરૂ જઈ થઈ રહેલી કામગીરી નિહાળી હતી. આ ફિલ્ડ વિઝીટ દરમ્યાન  નાગરિકો સાથે પણ સંવાદ કર્યો હતો.

જીવ માટે જંગ / અમદાવાદ સિવિલની બહાર એમ્બ્યુલન્સની લાઇન ઓછી થતી નથી, કોરોનાની વાસ્તવિકતાના જુઓ દ્રશ્યો

કોઠારીયા અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોવિડ ટેસ્ટિંગ અને વેકસીનેસનની થઈ રહેલી કામગીરી નિહાળી હતી અને સ્ટાફ સાથે વાતચીત કરી તેઓને પ્રોત્સાહીત કર્યા હતા માર્ગદર્શન આપ્યું હતું. કોઠારીયાના સ્વાતિ પાર્ક વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલી ટેસ્ટિંગની કામગીરી પણ નિહાળી હતી. આ દરમ્યાન કોર્પોરેટરઓ અને સ્થાનિક આગેવાનો સહિતના નાગરિકો સાથે ચર્ચા કરી હતી.

નિર્ણય / CBSE ધો.10ની પરીક્ષા રદ તથા ધો.12ની પરીક્ષા મુલતવી, PM મોદી અને કેન્દ્રીય શિક્ષણમંત્રીની બેઠકમાં લેવાયો નિર્ણય

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…