China/ કોમરેટ શી જિનપિંગને અસહમતિ પસંદ નથી, જાણો પાર્ટી કાર્યકરો પર લગાવ્યો કેવો પ્રતિબંધ

સામ્યવાદી સરકારો અને સામ્યવાદી શાસકો પોતાના દેશ અને દેશ કે પોતાનાં વિશેની માહિતી મામલે એક દમ કન્ઝર્વેટીલ હોય છે, તે દુનિયાનો ઇતિહાસ બરાડીબરાડીને કહે જ છે. સામ્યવાદી USSRમાંથી

Top Stories World
a 32 કોમરેટ શી જિનપિંગને અસહમતિ પસંદ નથી, જાણો પાર્ટી કાર્યકરો પર લગાવ્યો કેવો પ્રતિબંધ

સામ્યવાદી સરકારો અને સામ્યવાદી શાસકો પોતાના દેશ અને દેશ કે પોતાનાં વિશેની માહિતી મામલે એક દમ કન્ઝર્વેટીલ હોય છે, તે દુનિયાનો ઇતિહાસ બરાડીબરાડીને કહે જ છે. સામ્યવાદી USSRમાંથી એક સમયે એક પણ ઘટના કે સમાચાર કે માહિતી વિશ્વ સમક્ષ જો તેની સામ્યવાદી સરકારની સહમતિ ન હોય તો આવતી નહી. આ મામલે રશિયા લોખંડનાં કિલ્લા સમાન માનવામાં આવતું. હાલ પણ રશિયા સહિત ચીન અને આવા અનેક દેશો છે જે સામ્યવાદી સરકાર ધરાવે છે અને તેનાં કોમ્યુનિસ્ટ શાસકોનું વલણ પણ આવું છે. આ મામલાને પુષ્ટી આપતો ચીનનો કિસ્સો કે ઘટના હાલમાં જ સામે આવ્યો છે.

Google Maps shows Russia's 11-mile border with North Korea up close -  Business Insider

ચાઇનાની શાસક સામ્યવાદી પાર્ટી પોતાની 100 મી વર્ષગાંઠ તરફ આગળ વધી રહી છે, સામ્યવાદી પાર્ટીનાં 92 મિલિયન સભ્યો માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ગળુ કાપી નાખનારા ચીને તેના સભ્યોને જાહેરમાં મોઢું ખોલવા પર પ્રતિબંધ મૂક્યો છે. શી જિનપિંગની પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે, જો સભ્ય જાહેરમાં મતભેદ જાહેર કરે તો તેને સહન કરવામાં આવશે નહીં. જો કે, નિષ્ક્રિય નેતાઓને દૂર કરવાની માંગ માટે પાર્ટી કેડરને સશક્ત બનાવવામાં આવ્યા છે.

Mao Zedong and the Cultural Revolution: In Theory and Impact - VoegelinView

1949 માં સત્તા પ્રાપ્ત કરનાર માઓ ઝેડોંગ દ્વારા 1921 માં રચાયેલી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (સીપીસી) પાર્ટી, જુલાઈમાં આવી રહેલી પાર્ટીની 100 મી વર્ષગાંઠ ભવ્ય રીતે ઉજવવાની તૈયારી કરી રહી છે. ચીનમાં સીપીસી સૌથી લાંબી શાસક માર્ક્સવાદી પાર્ટી છે. પક્ષમાં લોકશાહી વધારવાના નામે બદલાયેલા નિયમોમાં માહિતી મેળવવા માટે માર્ગદર્શિકાની સાથે સાથે આંતરિક રીતે ફરિયાદ કેવી રીતે કરવી તે પણ જણાવાયું છે.

ચીનનો નિર્ણય- એક રાષ્ટ્ર તરીકે અને SWOT

નવા નિયમોથી સ્પષ્ટ થાય છે કે, પાર્ટી તેના કાર્યકરો વચ્ચેનો મતભેદ સહન કરશે નહીં, ખાસ કરીને જાહેરમાં ફરિયાદ કરીને. નવો નિયમ જણાવે છે, “જ્યારે કોઈ પક્ષના સભ્ય નિંદા કરે, જાહેરમાં કરે અથવા ઉપચાર અથવા સજા માટે અપીલ કરે, ત્યારે તેણે સંસ્થાની ચેનલનો ઉપયોગ કરવો જોઈએ.” તેને ઇન્ટરનેટ પર ખુલ્લે આમ પ્રસારિત ન કરો અથવા ખોટા આક્ષેપો ન કરો.

China Focus: China's top political advisory body concludes annual session,  stressing CPC leadership - Xinhua | English.news.cn

પાર્ટી સંવિધાનનાં આર્ટિકલ 16 માં જણાવાયું છે કે, પાર્ટીના સભ્યોએ સાર્વજનિક રૂપે એવા મંતવ્યો ન આપવા જોઈએ જે સીપીસીની સેન્ટ્રલ કમિટીના નિર્ણયોથી જુદા હોય. “હોંગકોંગ સ્થિત સાઉથ મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ કેડરને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નમાં આ મામલાથી સંબંધિત ભૂલો હવે શિસ્તના ઉલ્લંઘન તરીકે માનવામાં આવશે નહીં. બીજા નિયમ દ્વારા, પક્ષના સભ્યો તેમના નેતાઓને હટાવવાની દરખાસ્તના હકદાર છે, જો તેઓ સાબિત કરી શકે કે તેઓ વાંકમાં છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…