Not Set/ સાવધાન અમદાવાદ..! કોરોનાના મૃત્યુઆંકમાં ભયજનક વધારો, અમદાવાદનો મૃત્યુ આંક પહોચ્યો 10.27

ગુજરાત રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ ગુજરાત રાજ્યની આર્થિક રાજધાની એટલે કે અમદાવાદ કોરોનાનું એપીસેન્ટર બની ચુક્યું છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 22067 કેસ નોધાયા છે. જેમાંથી અમદાવાદમાં જ અત્યાર સુધીમાં કુલ 15,635 કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદમાં જૂન મહિનો કાળ બની ને આવ્યો છે. છેલ્લા દસ […]

Ahmedabad Gujarat
1896d913b16408274f110445e0b4df2e સાવધાન અમદાવાદ..! કોરોનાના મૃત્યુઆંકમાં ભયજનક વધારો, અમદાવાદનો મૃત્યુ આંક પહોચ્યો 10.27
1896d913b16408274f110445e0b4df2e સાવધાન અમદાવાદ..! કોરોનાના મૃત્યુઆંકમાં ભયજનક વધારો, અમદાવાદનો મૃત્યુ આંક પહોચ્યો 10.27

ગુજરાત રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ ગુજરાત રાજ્યની આર્થિક રાજધાની એટલે કે અમદાવાદ કોરોનાનું એપીસેન્ટર બની ચુક્યું છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 22067 કેસ નોધાયા છે. જેમાંથી અમદાવાદમાં જ અત્યાર સુધીમાં કુલ 15,635 કેસ નોંધાઈ ચુક્યા છે.

અમદાવાદમાં જૂન મહિનો કાળ બની ને આવ્યો છે. છેલ્લા દસ દિવસમાં ગુજરાતમાં કોરોનાને કારણે 309 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાંથી માત્ર અમદાવાદમાં જ 250 દર્દીના મોત થયા છે. આમ 1 થી 10 જૂનની વચ્ચે ગુજરાતના કુલ મોતમાં 81 ટકા મોત માત્ર અમદાવાદ શહેરમાં જ નોધાયા છે. જે ખરેખર અમદાવાદ માટે ચિંતાજનક છે.  

Wuhan hospital chief dies of coronavirus; death toll climbs to ...

આખા ગુજરાતમાં કોરોનાનો મૃત્યુ દર 9.16 ટકા છે, તેની સામે અમદાવાદનો મૃત્યુ દર 10.27 ટકાએ પહોંચી ગયો છે, છેલ્લા 84 દિવસમાં ગુજરાતમાં કુલ 1,385 મોત થયા છે જેમાં માત્ર અમદાવાદમાં જ 1,117ના મોત થયા છે.

China's Wuhan abruptly raises coronavirus death toll up by 50%

આખા ગુજરાત અને અમદાવાદની કોરોનાની સ્થિતિ જોવામાં આવે તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 22,067 કેસ નોંધાયા છે તેમાં અમદાવાદમાં જ 15,635 કેસ છે, આ ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારો કરતા અમદાવાદમાં ડિસ્ચાર્જની ટકાવારી પણ કેસની દ્રષ્ટિએ ઓછી છે, અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 10,875 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેની સામે રોજેરોજ 300થી વધુ દર્દી વધી રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા 11 દિવસમાં 3,475 નવા કેસ આવવાની સાથે 275 દર્દીના મોત થયા છે. છેલ્લા 11 દિવસમાં 7 દિવસ તો એવા છે કે અમદાવાદમાં 300થી વધુ કેસ આવ્યા છે.

Coronavirus India Death Toll | Novel Coronavirus Cases Deaths in ...

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.