Gujarat Visit/ ભાજપ ચૂંટણીની તાડમાર તૈયારીમાં,રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

મંગળવારે તેઓ ગાંધીનગરમાં ભાજપ શાષિત રાજ્યોના મહાનગરોના મેયરોની રાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદઘાટન પણ કરશે. બે દિવસની ગુજરાતની મુલાકાત દરમિયાન નડ્ડા ગાંધીનગર ઉપરાત રાજકોટ તથા મોરબીની મુલાકાત લેશે

Top Stories Gujarat
2 42 ભાજપ ચૂંટણીની તાડમાર તૈયારીમાં,રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

ગુજરાત ભાજપની નેતાગીરી દ્વારા હવે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા ગુજરાતમાં 20 મી સપ્ટે.ના રોજ ગુજરાતનાપ્રવાસે આવી રહ્યા છે. મંગળવારે તેઓ ગાંધીનગરમાં ભાજપ શાષિત રાજ્યોના મહાનગરોના મેયરોની રાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદઘાટન પણ કરશે.બે દિવસીય ગુજરાતની મુલાકાત દરમિયાન નડ્ડા ગાંધીનગર ઉપરાત રાજકોટ તથા મોરબીની મુલાકાત લેશે. તા.20 મી સપ્ટે.ના રોજ સવારે 9 વાગ્યે ગાંધીનગરમાં કોબા ખાતે નડ્ડા ઇ બાઇકને ફલેગ ઓફ કરાવશે. કિસાન મોરચા દ્વારા ગુજરાતની આશરે 143 વિધાનસભા બેઠક પર આશરે 12 જેટલા ઇ બાઇક માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલ વિવિધ કાર્યોની માહિતી ખેડૂતોને આપશે.

  • સવારે 9 વાગ્યે ગાંધીનગરથી પ્રદેશ કિસાન મોરચા દ્વારા આયોજિત નમો કિસાન પંચાયત ઈ-બાઈકનું ફ્લેગ ઓફ કરાવશે. આ ઈ-બાઈક રેલી ગુજરાતની 143 વિધાનસભા બેઠકોમાં ફરશે અને ખેડૂતો સાથે બેઠકો યોજી ભારત અને રાજ્ય સરકારની યોજનાઓથી અવગત કરાવશે.
  • સવારે 10 વાગ્યે મહાત્મા મંદિરમાં ભાજપ શાસિત મ્યુનિ. કોર્પોરેશનનોના મેયરોના બે દિવસીય પરિસંવાદનું ઉદ્ધાટન કરશે
  • બપોરે 2 વાગ્યે રાજકોટમાં ભાજપના સંમેલનમાં હાજરી આપશે.
  • સાંજે પાંચ વાગ્યે મોરબીમાં રોડ-શો યોજશે.
  • રાત્ર 8.30 વાગ્યે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટ્રામાં વિરાંજલી કાર્યક્રમમાં સામેલ થશે.
  • બુધવારે ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલયે સવારે 10 વાગ્યે ભાજપના હોદ્દેદારો સાથે ચૂંટણીલક્ષી બેઠક યોજશે.
  • બપોરે 1 વાગ્યે ટાગોર હોલમાં પ્રોફેસર સમિટમાં ભાગ લેશે.

મહાનગરોમાં નાગરિક સુવિધાઓ સારી વિકસાવી શકાય તે માટે ગાંધીનગરમાં ભાજપ શાષિત રાજ્યોના મહાનગરોને ધ્યાને રાખીને આવતીકાલે સવારે ૧૦ વાગ્યે મેયર સમિટિનું આયોજન કરવામાં આવ્યું છે. મેયર સમિટમાં ભારતના જુદા-જુદા 18 રાજ્યોનાં આશરે 121 મેયર અને ડે.મેયરોઓ ઉપસ્થિત રહેશે. આ સમિટમાં દેશના પીએમ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરશે. તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને રાજ્યના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આ સમીટમાં જુદા-જુદા રાજ્યોના મેયર અને ડે.મેયરો તેમનો અનુભવ અને શહેરી વિકાસ માટે કેવા પ્રયત્નો કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવનાર છે.